એનસીપી પ્રમુખ શરદ પવારનું સોમવારે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં પિત્તાશયનું ઑપરેશન કરાયું. એમ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું હતું. તેમને રવિવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મલિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાર્ટીના પ્રમુખ શરદ પવારની આજે ડૉક્ટર બલસારા દ્વારા પિત્તાશયની સફળ લેપ્રોસ્કોપી સર્જરી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હાલમાં તેમની તબિયત સ્થિર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અગાઉ, 30 માર્ચે પિત્તનળીમાંથી પથરી કાઢવા તેમણે ઇમરજન્સી એન્ડોસ્કોપી કરાવી હતી. ત્યારબાદ ડૉક્ટરે તેમને સાત દિવસ આરામની સલાહ આપી હતી.
Related Articles
‘યાસ’ ચક્રવાતી વાવાઝોડામાં તબદીલ થઈ શકેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું યાસ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને તે 26 મે આસપાસ ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે ટકરાશે.શનિવારે બંગાળની ખાડીમાં પૂર્વ-મધ્ય ભાગમાં તેમજ ઉત્તર અંદામાનમાં હવાનું હળવું દબાણ સર્જાયું હતું. દરેક વાવાઝોડું સૌપ્રથમ હવાના હળવા દબાણ તરીકે ઊભરતું હોય છે. ત્યારબાદ કોઈ વાવાઝોડું, કોઈ ચક્રવાતી વાવાઝોડા તરીકે પરિવર્તિત થાય […]
રાંદેર તાડવાડીના રવિ જરીવાલાના પ્યોરી માટીના ગ્રીન ગણેશા
સુરતના રાંદેરરોડ સ્થિત તાડવાડી ખાતે લીલાવિહાર સોસાયટીની સામે કૃષણનગરમાં રહેતા રવિ જરિવાલાએ પ્યોર માટીના ગ્રીન ગણેશાનું આયોજન કરીને પ્રદુષણ મુક્તિનો સંદેશ આપવાની કોશિશ કરી છે. (free entry) (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ, નંબર, સરનામું અને ગણપતિનો ફોટો તેમજ થીમ 93132 26223 ઉપર વોટ્સએપ […]
ફેસબુકે રિઝાઇનમોદી પોસ્ટ્સ કલાકો સુધી બ્લોક કરી દીધી
દેશમાં કોવિડની વકરેલી કટોકટીને હાથ ધરવા બાબતે કેન્દ્ર સરકારની વધતી ટીકાઓ વચ્ચે ફેસબુકે રિઝાઇનમોદી ટેગવાળી પોસ્ટો કલાકો સુધી બ્લોક કરી દીધી હતી. જો કે બાદમાં તેને ભૂલ ગણાવીને આ પોસ્ટો ફરીથી મૂકી હતી. ફેસબુકે એવો ખુલાસો કર્યો છે કે બુધવારે આ રીતે જે પોસ્ટો બ્લોક કરવામાં આવી તે સરકારના કહેવાથી કરવામાં આવ્યું ન હતું. જો […]