કેટરીનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઘરમાં જ આઈસોલેટેડ છું. જરૂરી મેડિકલ સૂચનાઓનું પાલન કરી રહી છું. હું વિનંતી કરું છું કે મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાનો ટેસ્ટ કરાવે. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. મહેરબાની કરીને સાવચેત રહો, સંભાળ રાખો.’
