ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાનખેડે ખાતે કુલ 19 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સ છે, જેમનો ગયા અઠવાડિયે RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાંથી 26 માર્ચના રોજ 3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 1 એપ્રિલે અન્ય 5 પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. વાનખેડે ખાતે 10થી 25 એપ્રિલ દરમિયાન કુલ 10 લીગ મેચીસ રમાવાની છે.
Related Articles
સીબીઆઇ કાર્યાલય બહાર ટીએમસી કાર્યકરોના દેખાવ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એક વખત ઉથલ-પાથલ સર્જાઈ છે. સીબીઆઈએ ટીએમસીના 2 મંત્રી સહિત 4 નેતાઓની ધરપકડ કરી ત્યાર બાદ રાજકીય ભૂકંપ વ્યાપ્યો છે. ટીએમસીના નેતાઓની ધરપકડ બાદ સીબીઆઈના કાર્યાલયની બહાર ટીએમસીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સીબીઆઈના કાર્યાલય બહાર ટીએમસીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન રોકવા માટે પોલીસે […]
મેહુલ ચોક્સીને પરત લાવવા પ્રયત્નો
કેરેબિયન ક્ષેત્રમાંથી ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને પરત લાવવા ભારત ડોમિનિકા, એન્ટિગુઆ અને બરબુડાની સરકારો સાથે સંપર્કમાં છે. એમ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે ભારત એન્ટિગુઆ અને બરબુડા સાથે સંપર્કમાં હતું અને હવે ડોમિનિકા સરકાર સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે તેમના સંપર્કમાં છીએ. ચોક્સી અને […]
ચીનમાં હવે ત્રણ બાળકો પેદા કરવા માટે અપાઇ મંજૂરી
ચીન વૃદ્ધ થતી વસ્તી અને ધીમી ગતિએ વધતી વસ્તીથી ચિંતિત છે. જેના પગલે ચીન સરકારે પરિવાર નિયોજનના નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. હવે ચીનમાં કપલ ત્રણ બાળકો પેદા કરી શકશે. અગાઉ ચીનમાં માત્ર બે બાળકો પેદા કરવાની પરવાનગી હતી. હાલમાં જ ચીનની વસ્તીના આંકડા સામે આવ્યા હતા. જેમાં એ વાત સામે આવી હતી કે […]