ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવા મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ જેહાદના કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિના પરિણામે ઉગામ્યું છે. આ અમારો પોલિટિકલ એજન્ડા નહીં પણ દુરવવ્હાર પ્રત્યે અમારી વ્યથા છે. તેને વ્યવસ્થામાં પરિવર્તિત કરી બહેન-દિકરીઓ સાથે વિશ્વાસઘાત કરી રસ્તે રઝળતી મુકી દેતા તત્વો સામે કડકાઈથી પગલા લેવાના દ્રઢ નિર્ધાર સાથે આ કાયદો સરકાર વિધાનસભામાં લાવી છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહયું હતું. આજે વિધાનસભામાં લવ જેહાદ્દ વિરોધી વિધેયક સાંજે પસાર કરાયું હતું. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં જાડેજાએ કહયું હતું કે ધર્માંતરણ એ આગામી સમયનું રાષ્ટ્રાંતરણ છે, માટે તેને અંકુશમાં લેવું અત્યંત અનિવાર્ય છે. આજે કેટલાક ધાર્મિક ગુરૂઓ અને આકાઓના ઈશારે આતંકવાદી ગતિવિધિઓને વેગ આપવા ધર્માંતરણના નામે જેહાદી તત્વોનું વૈશ્વિક ષડયંત્ર ચાલી રહ્યું છે. તેને અમે ક્યારેય સાંખી લઈશું નહી.
