રાત્રિ કર્ફ્યૂ તેમજ મિનિ લોકડાઉન પૂરતા પગલાં નથી : ગુજરાત હાઇકોર્ટ

કોરોનાના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરાયેલી મોટો રિટ અરજીમાં હાઈકોર્ટેના ચીફ જસ્ટિસની ડીવીઝન બેંચે આજે 43 પેજનો હુકમ કરી રાજ્ય સરકારને કેટલાક મહત્વના આદેશો કર્યા છે. ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ કરતાં કહ્યું હતું કે કોરોનાની ચેઈનને તોડવા માટે રાજ્ય સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવે. ગુજરાતમાં કોરોનાની ચેઈનને તોડવા માટે રાત્રી કર્ફ્યુ તેમજ મીની લોકડાઉન પૂરતું નથી. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આરટીપીસીઆર ટેસ્ટિંગ પર ભાર મૂકી ટેસ્ટિંગની યોગ્ય કાર્યવાહી હાથ ધરીને લોકો સમક્ષ સાચી વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો. તેમજ ધન્વંતરી હોસ્પિટલમાં પણ સફાઈ તેમજ આરોગ્યલક્ષી સેવાઓના મુદ્દે મહત્વના નિર્દેશો કર્યા હતા.
ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે હાથ ધરાયેલી સુનાવણીમાં ઓક્સીજન, ઇન્જેક્શનના મુદ્દે રાજ્ય સરકારનો ઉધડો લેતા નોંધ્યું હતું કે રાજ્યમાં ઓક્સીજનની શું સ્થિતિ છે તે અંગે કોઈ જ ચોક્કસ હકીકત રજૂ કરવામાં આવી નથી. ઓક્સીજન માટે કેન્દ્રના ફંડ અને સહાય ઉપર કેમ નિર્ભર રહેવું પડે છે? ગુજરાતમાં પોતાનો કોઈ ઓક્સીજન પ્લાન્ટ કેમ નથી? તેવા વેધક સવાલો કર્યા હતા. ઇન્જેકશનના મામલે સરકારની નીતિ શું છે, તેની વિગતવાર સ્પષ્ટ કરવા પણ નિર્દેશ કર્યો હતો. સાથે જ છેલ્લા એક મહિનામાં અને પંદર દિવસમાં કેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરાયું તેનો સમગ્ર ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *