મોરવાહડફની પેટા ચૂંટણીમાં ભાજપનાં નિમિષા સુથારની જીત

ગુજરાત વિધાનસભાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાયા બાદ રવિવારે થયેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો ૪૫૪૩૨ મતોથી વિજય થયો હતો. ગાંધીનગરમાં ચૂટણી પંચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે મોરવા હડફ બેઠક ર ભાજપના નિમિષાબેન સુથારને ૬૭૧૦૧ મતો મળ્યા હતા. જ્યારે કોંગીના સુરેશ કટારાને ૨૧૬૬૯ મતો મળ્યા હતા. જેના પગલે કટારાએ પોતાની હાર સ્વીકારી લીધી હતી. ગત તા.૧૭મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. આ બેઠક માટે ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જેમાં ૪૨.૬૦ ટકા મતદાન થયું હતું.૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર ખાંટનો વિજય થયો હતો. જો કે તેમનું આદિવાસી તરીકેનું પ્રમાણ પત્ર પડકારવામાં આવ્યુ હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તેમનું આદિવાસી તરીકેનું પ્રમાણ પત્ર રદ કરાયું હતું. અલબત્ત બિમારીના કારણે જાન્યુ. ૨૦૨૧માં ખાંટનું નિધન થયું હતું. જેના પગલે આ બેઠક ખાલી થવા પામી હતી. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારના વિજય અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રજાકિય કાર્યો તેમજ ગુજરાતન વિકાસની યાત્રામાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહન પ્રદાનના પગલે ફરીથી મતદારોએ ભાજપમાં વિશ્વાસ વ્યકત્ત કર્યો છે. તેવી જ રીતે વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારે પ્રહિતના નિર્ણયો લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *