ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે, ત્યારે કોરોનાને હરાવવાની લડાઈમાં ક્યારેય રાજનીતિ ન હોય શકે. બીજી તરફ સંખ્યાબંધ દર્દીઓ રેમડેસીવીર ઇન્જેક્શન માટે ફાંફા મારી રહ્યા છે, તે બતાવે છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમડેસીવીર ઇન્જેક્શન પૂરા પાડી શક્યા નથી. તો વળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલે એકલાએ જ 5000 રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો મેળવીને સાબિત કરી દીધું કે વિજય રૂપાણી રેમડેસીવીર ઈન્જેકશન પૂરા પાડવામાં નિષ્ફળ નિવડ્યા છે, તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, જો કોઈ ભાજપના નેતા મુખ્યમંત્રી કરતાં વધારે વગદાર હોય, હજારો ઇન્જેક્શન લાવી શકતા હોય તો, તેમણે સરકારને પૂરા પાડવા જોઈએ અને સરકારે મફતમાં વિતરણ કરવું જોઈએ. શક્તિસિંહ ગોહિલ સરકારને વેધક પ્રશ્ન કર્યો હતો કે રાજકીય પાર્ટીઓ દ્વારા ઇન્જેક્શનો આપવાના હોય તો ભાજપ સિવાય અન્ય પાર્ટીઓને પણ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવશે ? ગોહિલે વધુમાં એવું પણ કહ્યું હતું કે આ ઇંજેક્શનની યોગ્ય જાળવણી અને યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે તે જરૂરી છે. કાયદા મુજબ લાઇસન્સ અને ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં આ દવા કે ઇન્જેક્શન વેચી શકાતા નથી. તો આ 5000 ઇન્જેક્શનો કોને- કોને આપવામાં આવ્યા, આ લાભાર્થીઓની વિગતો રજૂ કરવી જોઈએ. એવું ન બને કે થોડાક ઇન્જેક્શનનું વિતરણ થાય અને બાકીના પાછલા બારણે કાળા બજારમાં જતા રહે.
Related Articles
સુરતમાં કબરો ખોદવા માટે જેસીબીનો ઉપયોગ કરવો પડ્યો
કોરોના સંક્રમણને જાણે નાત-જાત ધર્મ સાથે કોઇ લેવાદેવા ન હોય તેમ એક પછી એક જુદા જુદા ધર્મોના લોકોને મોતની આગોશમાં લઇ રહ્યો છે. જેમ શહેરની સ્મશાન ભૂમિઓમાં સતત ગેસની ભઠ્ઠીઓ ચાલુ રહેતા ચીમનીઓ ઓગળી રહી છે તેવી જ સ્થિતિ શહેરના કબ્રસ્તાનોમાં પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે એક વ્યકિત માટે એક કબર ખોદવા પાછળ […]
ગોંડલ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
રાજકોટમાં જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. ગોંડલ પંથકના વાવડીમાં અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક […]
રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 8920 કેસ: 94ના મોત
રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 24, અમદાવાદ મનપામાં 25, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, […]