કોરોના કાળને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ગઈકાલે હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટસ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપ્યા બાદ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આવા સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
