મધ્ય પ્રદેશ : 860 રેમડેસિવિર ચોરાયા

મધ્ય પ્રદેશમાં સરકાર સંચાલિત હમીદિયા હોસ્પિટલના સ્ટોકમાંથી શનિવારે રેમડેસિવિરના 860 જેટલા ઈન્જેક્શન ચોરાયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું.એક અધિકારીએ કહ્યું કે, આ ઘટના પાછળ આંતરિક ભાંગફોડ નકારી શકાય નહીં. ભોપાલના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઇર્શાદ વાલીએ જણાવ્યું હતું કે, ભોપાલની હોસ્પિટલમાંથી 860 રેમડેસિવિર ઇન્જેક્શન ચોરાયા હોવાનું સામે આવ્યું છે. અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ.વહેલી સવારે મધ્ય પ્રદેશના તબીબી અને શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગે કહ્યું હતું કે, મને ઇન્જેક્શનની ચોરી અંગેની માહિતી મળી છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. ડિવિઝનલ કમિશનર કવિન્દ્ર કિયાવત અને ભોપાલના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ ઇર્શાદ વાલી ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી છે.કોહ-એ-ફીઝા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 457 અને 380 (કોઈપણ બિલ્ડિંગમાં ચોરી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *