બિહારના બકસર જિલ્લામાં ગંગા નદીમાં સોમવારે કોરોનાના શંકાસ્પદ મૃતદેહો સડેલી અને ફૂલી ગયેલી હાલતમાં નદીમાં તરતા મળી આવ્યા હતા. ઉત્તર પ્રદેશની સરહદે આવેલા બક્સરના ચૌસા બ્લોકના અધિકારીઓ આ માહિતીની જાણ થયા બાદ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચૌસાના બીડીઓ અશોક કુમારે ફોન પર જણાવ્યું હતું કે, સ્થાનિક ચોકીદાર દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે, ઘણા મૃતદેહો નદીમાં તરતા જોવા મળ્યા હતા. જેમાંથી અમે અત્યાર સુધી 15 મૃતદેહો મેળવ્યાં હતા.તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ નદીની આસપાસના વિસ્તારમાં અમારી જાણ બહાર મૃતદેહોને ગંગા નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
આ મૃતકો ખરેખર કોરોના સંક્રમિત થતાં કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી. મૃતદેહોએ સડવાનું શરૂ કરી દીધું છે. પરંતુ, તેમના યોગ્ય નિકાલ કરવામાં આવે તે સુનિશ્ચિત સાથે તમામ સાવચેતીઓ રાખવામાં આવી રહી છે.
કેટલીક ન્યુઝ ચેનલોએ દાવો કર્યો હતો કે, મૃતદેહોની સંખ્યા 100-150 જેટલી વધારે છે. જેને બીડીઓએ ‘અતિશયોક્તિજનક’ ગણાવ્યું હતું. કેટલાક સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે, જિલ્લા વહીવટ બક્સરના રહેવાસીઓને સંડોવતી આવી અનેક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી ઇનકાર કરે છે. અહીં લોકડાઉનના કારણે અંતિમ સંસ્કાર માટે લાકડા અને અન્ય સામગ્રીની પણ અછત સર્જાઈ છે. લોકોએ દાવો કર્યો હતો કે, વહીવટી તંત્ર દ્વારા ઘણીવાર કોરોનાગ્રસ્ત પીડિતનો મૃતદેહ તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવતો નથી. તેઓ કહે છે કે, તેઓ કોરોના ગાઈડલાઇન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે. ત્યારબાદ અધિકારીઓ કોરોનાનો ચેપ લાગવાના ડરથી મૃતદેહોને નદીમાં નાંખીને નાસી જાય છે.