મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલી રહેલા એક્વેરિયમ પાર્ક તથા મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કોરોનાની ત્રીજી વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે એમ પણ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો કંપની પાસેથી વેક્સિન મેળવીને આપી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન મોટા પાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સિન પ્રાપ્ત થાય. રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી વેક્સિનેશનમાં 45થી ઉપરના લોકોનો ફર્સ્ટ ડોઝ ચાલુ છે. બીજો ડોઝનો વારો આવે ત્યારે એ આપવામાં આવશે. 18થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સિન આપશે. જે ખર્ચ થશે એ રાજ્ય સરકાર ભોગવશે. એકસાથે રસી લેવા મોટી સંખ્યામાં યુવાનો ભેગા ન થાય અને ધક્કા ન ખાવા પડે એ માટે રજિસ્ટ્રેશન ચાલુ રખાયું છે. અત્યારે દરરોજ સવા લાખ લોકોને રસી મફત આપવામાં આવે છે. જોકે ભવિષ્યમાં રજિસ્ટ્રેશનની જરૂર નહીં રહે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
