રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિમણૂક કરાઈ છે. જયારે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કમલ દયાણીની નિમણૂક કરાઈ છે.વડોદરાના જિલ્લા કલેકટર શાલિનિઅગ્રવાલની બદલી કરીને તેમની નિમણૂક વડોદરા મનપાના કમિશનર તરીકે કરાઈ છે. જયારે મહેસાણાના કલેકટર એચ કે પટેલની બદલી કરીને તેમને ગાંધીનગરમાં નાગરિક પુરવઠા નિગમમમાં એમડી તરીકે કરાઈ છે. સચિવાલયમાં છેલ્લા એક સપ્તાહથી આ બદલીઓનો દોર આવશે તેની રાહ જોવાતી હતી.મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવપંકજકુમારની બદલી ગૃહ વિભાગમાં , શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુ મિત્રાની બદલી પંચાયત – ગ્રામીણ વિકાસ વિભાગમાં , વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવ કુમાર ગુપ્તાની બદલી ઉદ્યોગ – ખાણ ખનીજ વિકાસ વિભાગમાં , પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશની બદલી સામાન્ય વહીવટ વિભાગમાં , ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરની સામાજીક ન્યાય અધિકારીતા વિભાગમાં , સામાન્ય અધિક મુખ્ય સચિવ એણ કે દાસને બંદરો અને ટ્રાન્સપોર્ટનો વધારો હવાલો પણ આપવામાં આવ્યો છે.
ડૉ જયંતિ રવીની બદલી ઓરો વિલેમાં થતાં તેમની ખાલી પડેલા સ્થાન પર સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર અગ્રવાલની નિમણૂક કરાઈ છે.જીએમડીસીના એમડી અરૂણકુમાર સોલંકીના બદલી અધિક મુખ્ય સચિવ વન – પર્યાવરણ વિભાગમાં , ઉદ્યોગ – ખાણ વિભાગના પ્રીન્સીપલ સેક્રેટરી મમતા વર્માની વદલી પ્રીન્સીપલ સેક્રેટરી ઊર્જા – પેટ્રોકેમિકલ્સ વિભાગમાં કરાઈ છે. તેમને નર્મદા જળસંપત્તિ વિભાગનો વધારાનો હવાલો આપવામા આવ્યો છે.નર્મદા – જળ સંપત્તિ વિભાગના સેક્રેટરી સોનલ મિશ્રાની બદલી ગ્રામ વિકાસ કમિશનર – ગ્રામ વિકાસ સેક્રેટરી તરીકે , મેહસુલ વિભાગમાં જમીન સુધારણા સચિવ આર સી મીનાની બદલી સ્પીપાના ડાયરેકટર જનરલ તરીકે , સાયન્સ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી હારત શુકલાની બદલી ઉદ્યોગ – ખાણ વિભાગમાં સેક્રેટરી તરીકે , ગ્રામ વિકાસ કમિશનર વિજય નેહરાની બદલી સાયન્સ ટેકનોલોજી વિભાગમાં સેક્રેટરી તરીકે , જયપ્રકાશ શીવહરેને આરોગ્ય કમિશનર તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે.નાણા વિભાગના સેક્રેટરીની બદલી કમિશનર જીયોલોજી માઇનિંગ , વડોદરા મનપાના કમિશનર પી સ્વરૂપની બદલી મહેસુલ વિભાગમાં સેક્રેટરી જમીન સુધારણા તરીકે , મહિલા – બાળ વિકાસ કમિશનર મનીષા ચંન્દ્રાની બદલી નાણા વિભાગમાં સેક્રેટરી , સુરત મનપાના કમિશનર બચ્છાનીધિ પાનીને પે મેટ્રીકસ લેવલ 14માં બઢતી આપીને તેમને સુરત મનપાના કમિશનર તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે.રાહત કમિશનર હર્ષદ પટેલ બઢતી આપીને તેમને શ્રમ રોજગાર વિભાગમાં બદલી કરાઈ છે.સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર પી ભારતીની બઢતી આપીને તેજ સ્થાને ચાલુ રાખવામાં આવ્યા છે.લધુ મધ્યમ અને માઈક્રો ઉદ્યોગ વિભાગના કમિશનર ના સેક્રેટરી રંજીથકુમાર જે. ની બઢતી સાથે તેજ સ્થાને ચાલુ રાખવામાં આવ્યા છે. વડોદરા કલેકટર શાલીની અગ્રવાલની બદલી કરીને તેમને વડોદરા મનપાના કમિશનર બનાવવામાં આવ્યા છે.ગૃ વિભાગના અધિક સચિવ કેકે નીરાલાની બદલી કરીને તેમને મહિલા બાળ વિકાસમાં મૂકવામા આવ્યા છે.મહેસાણા કલેકટર એચ કે પટેલની બદલી કરીને તેમને અન્ન નાગરિક પુરવઠા નિગમમમાં એમડ તરીકે મૂકવામા આવ્યા છે.જામનગરના મનપાના કમિશનર સતીષ પટેલને બઢતી આપીને તેમને કમિશનર મધ્યાહન ભોજન તરીકે નીમવામા આવ્યા છે.