આશીશલતા રામગોબિન, કે જેઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુત્રના પુત્રીના પુત્રી છે અને સાઉથ આફ્રિકામાં રહે છે, તેમને એક છેતરપિંડી અને બનાવટના કેસમાં સાત વર્ષની જેલની સજા થઇ છે. ડરબનનીએક અદાલતે પ૬ વર્ષીય આશીશલતાને ૬૦ લાખ રેન(૪૪૨૦૦૦ ડૉલર) જેટલી રકમની છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં આ સજા સંભળાવી છે. આશીશલતા એ જાણીતા માનવ અધિકારવાદી કાર્યકર ઇલા ગાંધી અનેદિવંગત મેવા રામગોબિનના પુત્રી છે. આશીશલતાના માતા-પિતાએ ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં પોતાના વસવાટ દરમ્યાન સ્થાપવામાં આવેલ ફિનિક્સ વસાહતને ફરીથી સજીવન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યોહતો. આશીશલતા રામગોબિન બે સંતાનોના માતા છે અને સાઉથ આફ્રિકામાં પોતાનો વ્યવસાય કરે છે. તેમની સામે આરોપ હતો કે વેપારી એસ. આર. મહારાજ પાસેથી મોટા નફાનું વચન આપીને ૬૨ લાખ રેન (સાઉથઆફ્રિકાનું ચલણ)ની રકમ એડવાન્સમાં લઇને છેતરપિંડી કરી હતી. મહારાજ સાઉથ આફ્રિકામાં એક મોટી કંપનીના માલિક છે અને વસ્ત્રો, પગરખા વગેરેની આયાત કરે છે આ ઉપરાંત અન્ય કંપનીઓને ધિરાણ આપવાનુંકામ પણ કરે છે. મહારાજને આશીશલતાએ કહ્યું હતું કે પોતે ભારતથી કેટલાક કન્ટેનર મંગાવ્યા છે પરંતુ આયાતનો ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચુકવવામાં તેમને હાલ નાણાકીય મુશ્કેલી છે. મહારાજને પોતાની વાતનો વિશ્વાસઅપાવવા આશીશલતાએ પરચેઝ ઓર્ડર, ઇન્વોઇસ વગેરે પણ બતાવ્યા હતા. જો કે બાદમાં મહારાજને સમજાઇ ગયું હતું કે આ દસ્તાવેજો બનાવટી છે અને તેમની સાથે છેતરપિંડી થઇ છે. ફરિયાદને આધારે આશીશલતાસામે ૨૦૧પમાં કેસ શરૂ થયો હતો જેનો છેવટનો ચુકાદો ડરબન ખાતેની વાણિજ્યિક ગુનાઓ માટેની ખાસ અદાલતે હાલમાં આપ્યો છે. આશીશલતા રામગોબિનને આ ચુકાદા સામે અપીલ કરવાની પણ મનાઇફરમાવવામાં આવી છે.
Related Articles
સુરતમાં બની ઓનલાઇન અભ્યાસ કરતાં ગણપતિની પ્રતિમા
સુરતમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને જુદી જુદી ગલી મહોલ્લાના મંડળો તેમજ સોસાયટી અને એપાર્ટમેન્ટના ગ્રુપ તો ગણેશ ચતુર્થીના છ મહિના પહેલાં જ તેની તૈયારી શરૂ કરી દેતાં હોય છે પરંતુ ગયા વર્ષે કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવ શક્ય બન્યો ન હતો તેમજ કોઇને પણ મંડપ બાંધવાની પરવાનગી આપવામાં આવી ન હતી. લોકોએ […]
ડોકટરો સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદી થયા ભાવુક
પીએમ મોદીએ આજે પોતાના મત વિસ્તાર વારાણસીના ડોકટરો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કોરોના માટે થયેલી વ્યવસ્થાને લઈને સીએમ યોગી આદિત્યનાથ અને અધિકારીઓના વખાણ પણ કર્યા હતા.આ વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને તેમણે કોરોનાથી મોતને ભેટનારા લોકોને શ્રધ્ધાંજલી આપી હતી અને આ દરમિયાન માર્યા ગયેલા ડોકટરોને યાદ કરતી […]
મહારાષ્ટ્રમાં મૃત્યુંઆંક 149 પર પહોંચ્યો, બેલ્જિયમમાં પણ પૂર
મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ મૃતદેહો મળી આવવાની સાથે આજે આ પૂર હોનારતનો મૃત્યુઆંક વધીને ૧૪૯ પર પહોંચ્યો છે જેમાં મોટાભાગના લોકો ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં માર્યા ગયા છે.મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે થયેલા ભૂસ્ખલનની ઘટના બાદ અત્યાર સુધીમાં ૯૦ લોકોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૩ લોકો ગુમ છે. એમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ […]