કાળાબજારમાં રેમડેસિવિર વેચવા નીકળેલો યુવાન અમદાવાદમાં ઝડપાયો

રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર પણ વધી ગયા છે. અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેકસનના કાળા બજાર કરતા એક ઇસમને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી છ ઇન્જેક્સન જપ્ત કર્યા હતાં. પ્રાથમિક તપાસમાં આ ઈંન્જેક્સન સુરતના ડોક્ટર મિલન સુતરિયા પાસેથી ખરીદ્યા હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદના સોલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી પોલીસે રેમડેસિવિર ઇન્જેકસનના કાળા બજાર કરી રહેલા આરોપી જય શાહની ધરપકડ કરી હતી. તેની પાસેથી છ રેમડેસિવિર ઇન્જેકસન મળી આવ્યા હતાં. પોલીસે આરોપી જય શાહની પૂછપરછ કરતા આ ઈંન્જેક્સન તેણે સુરતના ડોક્ટર મિલન સુતરિયા પાસેથી ખરીદ્યા હતા. તેણે એક ઇન્જેક્સન ના 9000 રૂપિયા લેખે 54 હજાર રૂપિયા ઓનલાઇન ચૂકવ્યા હતાં. આ ઈંન્જેક્સનમાંથી બે ઇન્જેક્સન આરોપી જય શાહે તેની માતાને આપ્યા હતા. આ ઉપરાંત શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી જુહી પાસેથી રેમડેસિવિર ઇન્જેકસન 16 હજાર રૂપિયામાં ખરીદ્યા હતા. આમ ઇન્જેકસન કાળા બજારમાં આપવા માટે આરોપી જય શાહ નીકળ્યો હતો. જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે સુરતના ડોક્ટર મિલન સુતારીયા અને જુહાપુરાની રૂહીની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *