નુતલપતિ વેંકટ રમણ 48માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિથી મંજૂરી મળ્યા બાદ જસ્ટિસ રમણ હવે 24 એપ્રિલે શપથ લેશે. તેઓ હાલના CJI એસએ બોબડે બાદ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે. CJI બોબડેએ જસ્ટિસ રમણના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના છે. નિયમ મુજબ, CJIએ પોતાની નિવૃત્તિના એક મહીના પહેલા નવા ચીફ જસ્ટિસના નામનો પ્રસ્તાવ કાયદા મંત્રાલયને મોકલવાનો હોય છે. ત્યાથી મંજૂરી મળ્યા બાદ તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.
