આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર એક મોટી ગેરરીતિ સામે આવી છે. અહીં ફક્ત નોંધાયેલા મતદાતાની સંખ્ય 90 છે, પણ કુલ 171 મત પડ્યા છે. સોમવારે એક અધિકારીએ જણાવ્યું કે આ મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભા વિસ્તારમાં આવે છે. આ સ્થળે 1લી એપ્રિલના રોજ બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. હાફલોંગમાં 74 ટકા મતદાન થયું હતું. આ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્રના પાંચ ચૂંટણી અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે અને ફરી વખત મતદાન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મતદાન કેન્દ્ર ખોટલિર એલપી સ્કૂલના 107(A)માં હતું. અલબત, આ મતદાન કેન્દ્ર પર ફરી ચૂંટણી યોજવા માટે અધિકારીઓને હજુ આદેશ આપવામાં આવ્યો નથી.
