રાજ્યમાં આગામી ડિસે.૨૦૨૨માં યોજાનાર ગુજારત વિધાનસભાની ચૂંટણીનું મેનેજમેન્ટ હવે આઈએએસ અનુપમ આનંદ સંભાળશે. કેન્દ્રિય ચૂટણી પંચ દ્વારા પંસદગી કરાયા બાદ આજે અનુપમ આનંદની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરાઈ છે. અનુપમ આનંદ અગાઉ સરકારમાં સેક્રેટરી આદિજાતિ વિકાસની જવાબદારી સંભાળતા હતા. હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને સોંપવામા આવી છે.
