દાહોદમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવેલા સીએમ વિજય રૂપાણીએ હાલમાં ગુજરાતમાં લોકડાઉનની કોઈ જરૂરત નહીં હોવાનું જણાવ્યુ હતું. રૂપાણીએ કહ્યુંહતું કે,હાલમાં લોકડાઉનની જરૂરનથી, કારણકે,8 મનપા સહિત 20 શહેરોમાં રાત્રીકર્ફ્યૂઅમલમાં છે. જયારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધકરાવીદેવાઈ છે. તેવી જ રીતે ધાર્મિ કસંસ્થાઓ, મોલ, થિયેટર, જીમ અને ક્લબ પણ બંધ કરાવી દેવામાં આવ્યાછે. અલબત્ત , જરૂરી જણાશે તો સરકાર લોક ડાઉન લગાવવામાં આવશે. રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે. રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની આ સ્થિતિમાં લોકોએ બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા અને સમયસર વેક્સિન લઇ લેવા અપીલ પણ કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોર ટુ ડોર સર્વેલન્સ વધારીને કોવિડના દર્દીઓને સમયસર ટ્રેસ કરી લેવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.
