પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાના દર્દીઓના સંબંધીઓને વહેંચ્યા હતા. જેની સામે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને પાટીલ સામે પગલા ભરવાની દાદ માંગી હતી.આજે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે રીટની પ્રાથમિક સુનાવણી બાદ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી, આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, કલેકટર સુરત અને પોલીસ કમિશનર સુરત અને ડ્રગ ઈન્સ્પેકટર સામે કારણદર્શક નોટિસ કાઢી વધુ સુનાવણી 5મી મે સુનાવણીના રોજ રાખી છે.પરેશ ધાનાણી તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવી રજૂઆત કરી હતી કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પાસે 5000 રેમડેસિવિર ઈન્જેકશન કેવી રીતે આવ્યા ? તેની તપાસ થવી જોઈએ. આ સમગ્ર ઘટના અંગે ડ્રગ્સ કમિશ્નર દ્વારા તપાસ હાથ ધરીને તેનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપવો જોઈએ. પાટીલ સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટ, ફાર્મસી એકટ, ડ્રગ્સ કંટ્રોલ એકટ અન્વયે પગલા લેવા જોઈએ. જસ્ટિસ સોનીયા ગોકાણી અને જસ્ટિસ વૈભવ નાણાવટીની ડિવીઝન બેન્ચે એક તબક્કે એવી પૃચ્છા કરી હતી કે સી આર પાટીલ સામે થયેલી ફરિયાદના મામલે શું પગલા લેવાયા ? તેના સંદર્ભમાં વિગતો રજૂ કરવી , જેથી કરીને કોર્ટ આગામી સુનાવણી વખતે યોગ્ય નિર્ણય લઈ શકે.
Related Articles
અમદાવાદમાં ઓક્સિજનના કાળાબજાર કરતી ગેંગ ઝડપાઇ
કોરોનાના કપરાંકાળ વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર કરતા અનેક શખ્સો ઝડપાયાં છે. તો વળી અમદાવાદમાં ઓક્સિજનની કાળાબજારી કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી પોલીસે 39 બાટલાઓનો જપ્ત કર્યા હતાં. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને 39 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો જપ્ત કર્યા હતા. આ સિલિન્ડરો અંગે પૂછપરછ કરતા આ ઓક્સિજન સિલિન્ડરો […]
અમદાવાદ એરપોર્ટ પરથી 5 કરોડનું ડ્રગ્સ પકડાયું
ગુજરાતમાં હેરોઈનની હેરફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરીને નારકોટિકસ કંન્ટ્રોલ બ્યૂરોના ઈન્ટેલીજન્સ અધિકારીઓની ટીમે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક સાઉથ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરીને તેની પાસેથી 4 કિલો હેરોઈન જપ્ત કરી લીધુ છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5 કરોડ થવા જાય છે. આ હેરોઈન ખાદ્ય પદાર્થના પ્સાસ્ટિકના પેકિંગમાં અંદર છુપાવવામાં આવ્યુ હતું.એનસીબીના ઝોનલ ડાયરેકટ એસ […]
36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ, મિનિ લોકડાઉન યથાવત
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ હતો તે ૨૯ શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં લાગુ કરાશે. ૬ […]