સંયુક્ત કિસાન મોરચાના નેતા અને દિલ્હીમાં કાર્યરત કૃષિ કાયદાના વિરોધનું આંદોલનનો પ્રમુખ ચહેરો રાકેશ ટિકૈત બારડોલીમાં સભા કરવા જઈ રહ્યા છે. જેને લઈને નવસારી જિલ્લાની કોંગ્રેસી વિચારધારા ધરાવતા ખેડૂતો તથા સેવા દળના આગેવાનો બારડોલી ન જઈ શકે તે માટે તેમને ઘરે નજર કૈદ કરવામાં આવ્યા છે. ગણદેવી વિસ્તારમાંથી મોટી સખ્યામાં આગેવાનોને જવાનો પ્લાન હતો પણ પોલીસે એડવાન્સ પ્લાનિંગ કરીને તમામને નજર કૈદ કર્યા છે. આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસની કામગરીને વખોડી છે અને સરકારની આ નીતિ ગેરબંધારણીય ગણાવી છે. તમામ કિસાન મોરચાના આગેવાનોને ડિટેન કરતા તેમણે રાજ્ય સરકારની દમનશાહી નીતિનો વિરોધ કર્યો હતો.
Related Articles
ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા દિવસોથી સતાવી રહ્યો હતો, જો કે તે અંગેનાં એક સુખદ સમાચાર આવ્યા છે, આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો […]
દેશમાં રમકડાંનું ઉત્પાદન વધવું જોઇએ : નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં 5થી 6 વર્ષ દરમિયાન દેશની યુવા પેઢી હેકેથોન્સના મંચ પર દેશના ચાવીરૂપ પડકારોથી પરિચિત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, હેકેથોન્સના આયોજન પાછળનો ઉદ્દેશ દેશની યુવાશક્તિને એકમંચ પર સંગઠિત કરવાનો અને તેમને તેમની […]
વાવાઝોડામાં નુકસાન પામેલા પાકા મકાનોને 95હજારની સહાય
રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકા મકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા હોય તો ૨૫૦૦૦ અને ઝૂંપડાના પુન: નિર્માણ માટે ૧૦ હજારની સહાય રાજય સરકારે જાહેર કરી છે. આજે રાત્રે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્છથાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તાઉતે વાવાઝોડાની […]