સંયુક્ત કિસાન મોરચાના નેતા અને દિલ્હીમાં કાર્યરત કૃષિ કાયદાના વિરોધનું આંદોલનનો પ્રમુખ ચહેરો રાકેશ ટિકૈત બારડોલીમાં સભા કરવા જઈ રહ્યા છે. જેને લઈને નવસારી જિલ્લાની કોંગ્રેસી વિચારધારા ધરાવતા ખેડૂતો તથા સેવા દળના આગેવાનો બારડોલી ન જઈ શકે તે માટે તેમને ઘરે નજર કૈદ કરવામાં આવ્યા છે. ગણદેવી વિસ્તારમાંથી મોટી સખ્યામાં આગેવાનોને જવાનો પ્લાન હતો પણ પોલીસે એડવાન્સ પ્લાનિંગ કરીને તમામને નજર કૈદ કર્યા છે. આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસની કામગરીને વખોડી છે અને સરકારની આ નીતિ ગેરબંધારણીય ગણાવી છે. તમામ કિસાન મોરચાના આગેવાનોને ડિટેન કરતા તેમણે રાજ્ય સરકારની દમનશાહી નીતિનો વિરોધ કર્યો હતો.
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા કેસ 11હજારને પાર
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા 11,403 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 117 દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે, આજે સુરત મનપામાં સૌથી 28 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 117 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 5494 થયા છે. આજે થયેલા 117 મૃત્યુમાં […]
3જી મે સુધી શાળાઓમાં ઉનાળું વેકેશન
રાજયમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે જેના પગલે રાજય સરકાર દ્વારા 3જી મે થી તમામ શાળાઓ માટે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવાયું છે. ગાંધીનગરમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ રાજયમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા હવે તા.3જી મેથી તા.6 ઠ્ઠી જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે. તે પછી વર્ષ 2021-22નું નવુ શૈક્ષણિક વર્ષ […]
ધો -૧૨ની પરીક્ષા અંગે ૧લી જૂને નિર્ણય
કોરોનાના કેસો વધી જતાં રાજયમાં ધો-૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જયરે હવે ધો-૧૨ની પરીક્ષા પણ વિદ્યાર્થીઓની સલામતી સાથે તેવા ચક્રો ગતિમાન થયા છે. કેન્દ્રિય શિક્ષણ મંત્રી દ્વારા આજે દેશના વિવિધ રાજયોના શિક્ષણ મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાનાર ધો -૧૨ ની પરીક્ષા તેમજ નીટ અને જેઈઈની પરીક્ષા અંગે પણ ચર્ચા […]