કોરોના કાળને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ગઈકાલે હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટસ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપ્યા બાદ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આવા સિનેમા ઘરો- મલ્ટિપ્લેક્ષ અને જીમ્નેશિયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
Related Articles
નેતાઓને ભીડ ભેગી કરવાની છૂટ હોય તો ગણેશભક્તોને કેમ નહીં?
સાર્વજનિક ગણેશોત્સવને આડે હવે માત્ર બે મહિના જેટલો જ સમય બચ્યો છે. આ ઉત્સવ ભલે આઝાદીની ચળવળની જાગૃતિ માટે શરૂ કરવામાં આવ્યો હોય પરંતુ હવે તેની સાથે ધાર્મિક લાગણી એટલી હદે જોડાઇ ગઇ છે કે, 10 દિવસ સુધી શ્રીજીની આરાધના કરવા માટે યુવાઓ હંમેશા તત્પર રહેતા હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્સવ શરૂ થાયે તેના છ […]
માર્ગ અકસ્માતમાં ભાવનગરના એક જ પરિવારના 11ના મોત
મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ જિલ્લાના તારાપૂર નજીક એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 11 લોકોના મોત થઇ ગયા હોવાનો કરૂણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ પરિવાર ઇકો કારમાં સવાર હતો અને તારાપુર નજીક અકસ્માત સર્જાયો હતો. આ પરિવાર ભાવનગરના વરતેજ ગામનો છે અને પરિવારના સભ્યો ઇકો કારમાં સુરતથી ભાવનગર જઇ રહ્યાં હતાં […]
ધરમપુર – બારડોલીના વિકાસ નકશા મંજૂર
રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફિકેશનને મંજૂરી આપી છે તેમાં મહેસાણા, બારડોલી અને ધરમપુરનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના મહત્વના શહેર મહેસાણાના છેલ્લા બે દશકમાં થયેલા […]