નિતીન પટેલ કોરોનાની સારવાર લઇને કોર કમિટિની બેઠકમાં હાજર

કોરોનાની ૨૮ દિવસની સારવાર લઇને સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગરમાં પોતાની ચેમ્બરમાં હાજરી આપી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીમાં બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગર ખાતે મીડીયા સાથે વાતચીત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકારે અસરકારક કામગીરી કરી છે જેના પરિણામે કોરોનાનું સંક્રમણ પણ અટક્યું છે. મ્યુકરમાઇકોસીસના દર્દીઓને ઇન્જેક્શન અને જરૂરી દવાઓની સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ બનાવવા માટે પણ જરૂરી આયોજન કરાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિતીન પટેલ પણ કોરોનામાં સપડાયા હતા અને તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. તેમણે એમપણ કહ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસ સંક્રમણ માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેના માટે સરકાર પૂરી તૈયારી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *