રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને 12ની પરીક્ષા તો લેવાશે. અલબત્ત તારીખમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે. આગામી તા.10મી મેથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે એક ટીવી ઈન્ટરવ્યુમાં સીએમ વિજય રૂપાણીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસથી ધો 10 અને 12મી પરીક્ષા લેવાશે. તેમણે કહ્યું હતું કે ધો-10ના વિદ્યાર્થીનું ભાવિ ધો-10ની પરીક્ષા પછી ઘડાતુ હોય છે, એટલે પરીક્ષા તો લેવાશે, અલબત્ત વિદ્યાર્થીઓની સલામતી બાબતે ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં આગામી તા.30મી એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. બીજી બાજુ 30મી એપ્રિલ સુધી તમામ મેળાવડાઓ પણ બંધ રાકવા સરકારે આદેશ કર્યો છે. આગામી સપ્તાહે સરકારની મહત્વની બેઠક મળશે, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, શિક્ષણ મંત્રી અને માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના અધિકારીઓ પણ તેમાં હાજર રહેશે. આ બેઠકમાં આખરી નિર્ણય થશે. હાલમાં શિક્ષણ મંત્રી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
Related Articles
રાજ્યમાં એક પણ દર્દી રેમડેસિવિર વિના નહીં રહે: રૂપાણી
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી. એટલુંજ નહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે બન્ને જિલ્લાઓમાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.રૂપાણીએ જામનગરમાં કહ્યું હતું કે,રાજયમાં એક પણ કોરોનાના દર્દી રેમડેસિવિર વિના ના રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રી […]
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની દિશામાં ગુજરાતનું મહ્તવપૂર્ણ પગલું
ગુજરાતમાં આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે એમ.ઓ.યુ. કરાયા હતાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વની ઘટનાના સહભાગી થવા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ગુજરાત […]
નવસારી જિલ્લામાં 1682 સર્ગભાઓનું વેક્સિનેશન
કોરોના(CORONA)વાયરસ સામે લડવા કોવિડ-19 રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ સર્ગભા સ્ત્રીઓને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવામાં આવતા આજદિન સુધી ઇ-મમતામાં નોંધાયેલી કુલ 6386 સર્ગભા સ્ત્રીઓ પૈકી 1682 સર્ગભા સ્ત્રીઓને કોવિડ રસીકરણથી આવરી લેવામા આવી છે. આમ 27 ટકા જેટલી સર્ગભા સ્ત્રીઓને રસીકરણ કરી નવસારી(NAVSARI) જિલ્લાએ એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ […]