બીલીમોરાનાં આર.એ.પરીખ જ્વેલર્સમાંથી બે વર્ષ અગાઉ રૂ.60,71,781નાં 1692.320 ગ્રામનાં સોનાનાં દાગીના પડાવી લેવાના કેસમાં મહિલા આરોપીએ આ દાગીના તેના મિત્ર ભાજપ અગ્રણીને આપ્યા હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. જે દાગીના તેના મિત્રએ અલગ અલગ અનેક લોકો પાસે મુથુટ ફિનકોપ લિ. માં ગીરવે મુકાવી લોન મેળવી હતી. દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડ માટે માંગ કરતા કોર્ટે આગામી તા.29 મેના સુધીના 1 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી મહિલાનો મિત્ર હાલ ફરાર છે. જેની શોધખોળ શરૂ કરાઇ હતી. બીલીમોરા સોમનાથ મંદિર પાછળ જગદીશ નગરમાં દીપ બંગલોઝમાં રહેતા જયમીન નીલકંઠભાઈ પટેલ અને તેની પરિણીત બહેન અરિશ્મા બિરેનભાઈ પટેલે જાણીતા જ્વેલર્સ આર.એ.પરીખમાંથી 60.71 લાખની કિંમતનાં 170 તોલા સોનાનાં દાગીનાની ખરીદી કરી રૂપિયા ચૂકવ્યા ન હતા. જેમાં બીલીમોરા પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડીનાં આરોપમાં ભાઈ-બહેનની ધરપકડ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. જે દરમિયાન અરિશ્માબેન પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે દેવસર ગામે રહેતા ભાજપ અગ્રણી હર્ષિલ જયેશભાઇ નાયક સાથે સાતેક વર્ષથી મિત્રતા છે અને તમામ દાગીના હર્ષિલને આપ્યા હતા. પોલીસે હર્ષિલની તપાસ કરતા તેના કોઈ સગડ મળ્યા ન હતા. પણ હર્ષિલ નાયકે તેના 10થી વધુ મિત્રોના નામ ઉપર બીલીમોરાની મુથુટ ફિનકોપ લિ.માં દાગીના ગીરવે મૂકી લોન મેળવી હતી. દાગીના ઉપર કેટલા રૂપિયાનું ધિરાણ મેળવ્યું તે હર્ષિલ નાયક સામે આવ્યા બાદ જ જાણી શકાશે અને તેની શોધખોળ હાથ ધરાઈ છે. દરમિયાન બીલીમોરા પોલીસે બંને આરોપીનાં બે દિવસનાં રિમાન્ડ પુરા થતાં શુક્રવારે બપોરે ગણદેવી કોર્ટના રજુ કરતા વધુ 1 દિવસના રિમાન્ડ અપાયા છે. સમગ્ર મામલે બીલીમોરા પોલીસ પીએસઆઇ કૌશલ વસાવા તપાસ ચલાવી રહ્યા છે. આર.એ.પરીખ જ્વેલર્સને 60.71 લાખનો ચૂનો ચોપડનાર ભાઈ-બહેનના પોલીસ રિમાન્ડ દરમિયાન તેઓએ સોનું દેવસરના તેમના મિત્ર હર્ષિલ નાયકને આપ્યાનું કબૂલ્યું હતું. જેના આધારે પોલીસે શુક્રવારે મોડી સાંજે ગુનો નોંધી તેની શોધખોળ તેજ બનાવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણમાં જેનું નામ ઉછળ્યું છે તે હર્ષિલ નાયક ગણદેવી તાલુકા પંચાયત ચૂંટણીમાં દેવસર-1 સામાન્ય બેઠક ઉપર ભાજપનાં સિમ્બોલ ઉપર વિજેતા બન્યો હતો. જેને પોલીસ શોધી રહી છે. મુખ્ય આરોપીએ લગાવેલા આરોપ સાચા છે કે કેમ એ તો હર્ષિલ નાયકનાં સામે આવ્યા બાદ જ જાણી શકાશે.
Related Articles
સુરતમાં કબરો ખોદવા માટે જેસીબીનો ઉપયોગ કરવો પડ્યો
કોરોના સંક્રમણને જાણે નાત-જાત ધર્મ સાથે કોઇ લેવાદેવા ન હોય તેમ એક પછી એક જુદા જુદા ધર્મોના લોકોને મોતની આગોશમાં લઇ રહ્યો છે. જેમ શહેરની સ્મશાન ભૂમિઓમાં સતત ગેસની ભઠ્ઠીઓ ચાલુ રહેતા ચીમનીઓ ઓગળી રહી છે તેવી જ સ્થિતિ શહેરના કબ્રસ્તાનોમાં પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે એક વ્યકિત માટે એક કબર ખોદવા પાછળ […]
ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વસુધારા ડેરી દ્વારા ચીખલી અને કપરાડામાં બે, જ્યારે ચીખલીમાં બીજો પ્લાન્ટ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા વિકાસ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ અંતર્ગત સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ચીખલીમાં […]
“નારી ગૌરવ દિવસ” ની ઉજવણી દરમિયાન 1 લાખ બહેનોને વગર વ્યાજની લોન
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે આજે રાજયમાં “નારી ગૌરવ દિવસ” ઉજવણી કરાઈ હતી. આજે “નારી ગૌરવ દિવસ” નિમિત્તે ‘શક્તિ’ના સશક્તિકરણ અને નારી ગૌરવના જતન માટે રાજયભરમાં ૧૦૮ જેટલાં મહિલા ઉત્કર્ષ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત […]