મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલી રહેલા એક્વેરિયમ પાર્ક તથા મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કોરોનાની ત્રીજી વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે એમ પણ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો કંપની પાસેથી વેક્સિન મેળવીને આપી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન મોટા પાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સિન પ્રાપ્ત થાય. રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી વેક્સિનેશનમાં 45થી ઉપરના લોકોનો ફર્સ્ટ ડોઝ ચાલુ છે. બીજો ડોઝનો વારો આવે ત્યારે એ આપવામાં આવશે. 18થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સિન આપશે. જે ખર્ચ થશે એ રાજ્ય સરકાર ભોગવશે. એકસાથે રસી લેવા મોટી સંખ્યામાં યુવાનો ભેગા ન થાય અને ધક્કા ન ખાવા પડે એ માટે રજિસ્ટ્રેશન ચાલુ રખાયું છે. અત્યારે દરરોજ સવા લાખ લોકોને રસી મફત આપવામાં આવે છે. જોકે ભવિષ્યમાં રજિસ્ટ્રેશનની જરૂર નહીં રહે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Related Articles
જીઆઇડીસીના ઉદ્યોગપતિઓ માટે 500 કરોડની રાહત-સહાયની જાહેરાત
કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગકારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ GIDCએ આ સંદર્ભમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધુ ઉદ્યોગોને મળશે. રૂપાણીએ GIDC ના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત, ઊદ્યોગ અને ખાણ […]
મ્યૂકોમાયરોસિસની સારવાર માટે છ મહાનગરોમાં વોર્ડ શરૂ કરાશે
કોરોના પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ રાજય સરકારે સર્વગ્રાહીધરીને સુરત સહિત છ શહેરોમાં સીવીલ હોસ્પિટલમાં સ્પે વોર્ડ શરૂ કરવા આરોગ્ય વિભાગને તાકિદ કરી છે. રાજયમાં અત્યાર સુધીમાં મ્યુકોમાયરોસીસના ૧૦૦ કેસ નોંધાયા છે. મ્યુકોમાયરોસીસની સારવાર માટે ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો […]
અમદાવાદની હોસ્પિટલના દરવાજા દર્દીઓ માટે બંધ
અમદાવાદ શહેરને કાળમુખા કોરોના બાનમાં લીધું છે. રોજેરોજ કેસોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. સાથે જ હોસ્પિટલોમાં પણ હાઉસફૂલના પાટિયા યથાવત રહેવા પામ્યા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત અને બેડ ખાલી ન હોવાથી હોસ્પિટલના દરવાજા બંધ કરવાની નોબત આવી પડી હતી. પરિણામે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો […]