કોરોનાના સંકટ વચ્ચે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. ત્રિવેન્દ્ર સિંહે ગુરૂવારે કોરોના વાયરસ એક જીવિત જીવ છે, જેને જીવવાનો અધિકાર છે તેવું નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયામાં ત્રિવેન્દ્ર સિંહનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હકીકતે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે, ‘દાર્શનિક દૃષ્ટિકોણથી જોઈએ તો કોરોના વાયરસ પણ એક જીવિત જીવ છે, બાકીના લોકોની જેમ તેને પણ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે (મનુષ્ય) પોતાની જાતને સૌથી બુદ્ધિમાન સમજીએ છીએ અને તેને ખતમ કરવા તૈયાર છીએ, આ કારણે જ તે સતત પોતાને બદલી રહ્યો છે.’જો કે, પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મનુષ્યને સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવાની જરૂર છે તેમ પણ કહ્યું હતું. આ નિવેદનને લઈને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે.
