કોરોનાના સંક્રમણને રોકવા માટે અત્યારે તો વેક્સીન જ એક માત્ર ઉપાય છે તેવુ જાણકારો કહી રહ્યા છે ત્યારે ભારતમાં વેક્સીનની અછતના કારણે રસીકરણ અભિયાન પણ જોઈએ તેવુ ઝડપથી ચાલી રહ્યુ નથી. ઘણા રાજ્યો વેક્સીનની અછત અનુભવી રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેક્સીનેશન કાર્યક્રમમાં ઝડપ આવી શકે તે માટે સૂચન કર્યુ છે કે, વેક્સીન બનાવવાનો ફોર્મ્યુલા સાર્વજનિક કરી દેવામાં આવે.જેથી બીજી કંપનીઓ પણ રસી બનાવી શકે અને બજારમાં ઝડપથી વેક્સીન ઉપલબ્ધ થઈ શકે.સરકારે બીજી કંપનીઓને વેક્સીન બનાવવાનો આદેશ આપવો જોઈએ.
Related Articles
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 31,222 નવા કેસ
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 31,222 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની કુલ સંખ્યા 3,30,58,843 થઈ ગઈ છે. તેમજ સક્રિય કેસ ચાર લાખથી ઓછા નોંધાયા છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું.સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 290 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને […]
ચીને તાઇવાન તરફ 28 ફાઇટર જેટ ઉડાવ્યા
ચીને સ્વશાસિત ટાપુ તાઇવાન તરફ આજે વિક્રમી ૨૮ ફાઇટર જેટ વિમાનો ઉડાડ્યા હતા એમ આ ટાપુના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે ચીને લગભગ રોજીંદા ધોરણે વિમાનો મોકલવાનું શરૂ કર્યું તેના પછી શક્તિનું આ સૌથી મોટું પ્રદર્શન છે. તાઇવાનના હવાઇ દળે ચીનની આ હિલચાલના જવાબમાં પોતાના કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સીસને તૈનાત કર્યા હતા અને ટાપુના […]
વુહાનની વૃદ્ધા દુનિયામાં કોરોનાની પહેલી દર્દી હતી : ચીની વૈજ્ઞાનિક
કોરોનાની બીજી લહેર દુનિયામાં હાહાકાર મચાવી રહી છે ત્યારે કોરોના વાયરસનુ જન્મ સ્થાન ગણાતા ચીન દ્વારા કોરોનાને લઈને છુપાવાયેલી વાતો પણ બહાર આવી રહી છે. ગયા વર્ષે ચીનના વુહાનમાં સૌથી પહેલા કોરોનાએ દેખા દીધી હતી.હવે એ વાતનો ખુલાસો પણ થયો છે કે, દુનિયામાં કોરોનાના સંક્રમણનો ભોગ બનનાર સૌથી પહેલો દર્દી વુહાન શહેરની 61 વર્ષની મહિલા […]