ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહે તેવી શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) પ્લસ અને માઇનસ 5 ટકાના માર્જિન સાથે 98 ટકા રહેશે. ઓડિશા, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે એવી સંભાવના છે, પરંતુ દેશના બાકીના ભાગોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહેવાની સંભાવના છે. તેમણે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિનાના વરસાદના પ્રથમ સમયગાળાની આગાહી જાહેર કરતાં આ વાત કહી હતી. વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રાજીવને કહ્યું કે, ચોમાસું એલપીએના 98 ટકા રહેશે, જે સામાન્ય વરસાદ છે. તે દેશ માટે ખરેખર ખુશખબર છે અને ભારતને કૃષિ ઉત્તમ ઉત્પાદન કરવામાં મદદ કરશે. એલપીએ, 1961-2010 દરમિયાન દેશમાં મોસમનો સરેરાશ વરસાદ, 88 સે.મી.ને આધારે નક્કી કરવામાં આવે છે. આ સમાચાર અર્થતંત્રને ઉત્તેજીત કરવામાં મદદરૂપ થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ દેશની અર્થવ્યવસ્થાના પ્રાથમિક પાયા પૈકી એક છે, જે મોટાભાગે કૃષિ અને તેની સાથી પ્રવૃત્તિઓ પર આધારિત છે. દેશના મોટા ભાગો ખેતી માટે અને જળાશયો ભરવા માટે ચાર મહિનાની વરસાદની સિઝન પર આધાર રાખે છે. આ પ્રથમ વખત છે જ્યારે આઇએમડીએ અવકાશી વિતરણ અંગે કોઈ ચોક્કસ આગાહી કરી છે.
Related Articles
ઓક્સિજન અને દવાઓના વિતરણ મુદ્દે સુપ્રીમે ટાસ્ક ફોર્સ બનાવી
દેશમાં અત્યારે કોરોનાના તાંડવ વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઇ છે. દેશના મોટાભાગના રાજ્યોની અંદર લોકો ઓક્સિજન અને જરુરી દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. વિવિધ રાજ્યોની હાઇકોર્ટ આ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી ચુકી છે. ત્યારે હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવી છે. દેશમાં ઓક્સિજન અને દવાઓની અછતને લઇને કેન્દ્ર સરકારે આજે […]
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કોરોનાને આપી માત
કોરોના સંક્રમણને લીધે એમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ૮૮ વર્ષીય મનમોહન સિંહને ૧૯ એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. મનમોહન સિંહને હળવો તાવ હતો અને તે બાદ તપાસ કરાવવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી.ડૉ. મનમોહન સિંહ કોરોના […]
26 ઓગસ્ટે રાષ્ટ્રિય ખેડૂત સંમેલ યોજવામાં આવશે
દેશભરથી ખેડૂત સંગઠનોના 1500 કરતા વધુ પ્રતિનિધિઓ ભેગા થઈને 26 અને 27 ઓગસ્ટના રોજ યોજનારા રાષ્ટ્રીય સંમેલન દરમિયાન ખેડૂત આંદોલનના વ્યૂહ અંગે ચર્ચા કરશે, એમ ખેડૂત નેતાઓએ કહ્યું હતું. 3 વિવાદીત ખેડૂત કાયદાઓની વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનને 9 મહિના પૂર્ણ થવાના અવસર પર આ સંમેલન સિંઘુ બોર્ડર પર આયોજિત કરાશે. ‘અમારા અન્ય કાર્યક્રમોની જેમ રાષ્ટ્રીય સંમેલનમાં […]