ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહે તેવી શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) પ્લસ અને માઇનસ 5 ટકાના માર્જિન સાથે 98 ટકા રહેશે. ઓડિશા, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે એવી સંભાવના છે, પરંતુ દેશના બાકીના ભાગોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહેવાની સંભાવના છે. તેમણે જૂનથી સપ્ટેમ્બર એમ ચાર મહિનાના વરસાદના પ્રથમ સમયગાળાની આગાહી જાહેર કરતાં આ વાત કહી હતી. વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રાજીવને કહ્યું કે, ચોમાસું એલપીએના 98 ટકા રહેશે, જે સામાન્ય વરસાદ છે. તે દેશ માટે ખરેખર ખુશખબર છે અને ભારતને કૃષિ ઉત્તમ ઉત્પાદન કરવામાં મદદ કરશે. એલપીએ, 1961-2010 દરમિયાન દેશમાં મોસમનો સરેરાશ વરસાદ, 88 સે.મી.ને આધારે નક્કી કરવામાં આવે છે. આ સમાચાર અર્થતંત્રને ઉત્તેજીત કરવામાં મદદરૂપ થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ દેશની અર્થવ્યવસ્થાના પ્રાથમિક પાયા પૈકી એક છે, જે મોટાભાગે કૃષિ અને તેની સાથી પ્રવૃત્તિઓ પર આધારિત છે. દેશના મોટા ભાગો ખેતી માટે અને જળાશયો ભરવા માટે ચાર મહિનાની વરસાદની સિઝન પર આધાર રાખે છે. આ પ્રથમ વખત છે જ્યારે આઇએમડીએ અવકાશી વિતરણ અંગે કોઈ ચોક્કસ આગાહી કરી છે.
Related Articles
હું ભારતના વડાપ્રધાનને મળ્યો છું નવાઝ શરીફને નહીં : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત થોડા દિવસ પહેલા જ નક્કી થઇ ગઇ હતી પરંતુ જ્યારથી આ બંને મળવાના હોવાની બહાર આવી હતી ત્યારથી જ જુદા જુદા માધ્યમોની આ મુલાકાત પર નજર હતી. આ તમામ અટકળો વચ્ચે મંગળવારે આ બંને વચ્ચે મુલાકાત યોજાઇ હતી એટલું […]
શુભેન્દુ અધિકારીને બેઠકમાં બોલાવતા મમતા ભડક્યા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વખતે શરૂ થયેલી કેન્દ્ર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો તણાવ હજુ યથાવત છે. શુક્રવારે યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિ જાણવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા તો મમતા રિવ્યૂ મીટિંગના નિર્ધારિત સમયે આવ્યા ન હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ મીટિંગમાં શુભેન્દુ અધિકારીને બોલાવવાથી તેઓ નારાજ હતા. તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મમતા શુભેન્દુ સામે હારી […]
બંગાળની ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણના આસાર
બંગાળની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ જયશ્રી રામનો નારો બુલંદ કર્યો હતો તો તેની સામે તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ ખેલા હોબેનો નારો આપ્યો હતો. દીદી તરીકે સુવિખ્યાત મમતા બેનર્જીના ખેલા હોબે નારો ખરેખર કારગર નિવડ્યો હતો અને પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઇ હતી. જો બંગાળમાં ખેલ પૂરો થયો હોય તેમ લાગતું નથી. […]