દક્ષિણ રાજસ્થાન ઉપર રહેલી અપર એર સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેના પગલે ઉનાળુ પાકને અને કેરીના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. દિવસ દરમ્યાન રાજયમાં આકાશ વાદળછાયુ રહેવા પામ્યું હતું. જેના પગલે ગરમીના પ્રમાણમા પણ ઘટાડો નોંધાયો છે. અંબાજી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અહી કમોસમી વરસાદ થયો હતો. વરસાદના કારણે વાતારણમા ઠંડક પ્રસરી જવા પામી હતી.હવામાન વિભાગના સત્તવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં હજુયે આગામી ૪થી ૫ દિવસ દરમ્યાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ શકે છે.આજે સુરેન્દ્રનગરમાં ૪૨.૨ ડિ.સે , અમદાવાદમાં ૪૧.૧ ડિ.સે અને ગાંધીનગરમાં ૪૧.૫ ડિ.સે મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.જયારે રાજયના અન્ય શહેરોમાં ૨૫થી ૨૮ ડિગ્રીની આસપાસ ગરમી નોંધવવા પામી હતી.
Related Articles
વાવાઝોડાથી સ્થળાંતરિત કાંઠાના લોકોને ગુરૂવારથી કેશડોલ્સ
રાજ્ય સરકારે કોર કમિટીમાં એવો નિર્ણય પણ કર્યો છે કે, તાઉતે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા વ્યક્તિઓને ગુરૂવારથી જ કેશડોલ્સ આપવાનું પણ શરૂ કરાશે. પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ. ૧૦૦ અને બાળકોને એક દિવસના રૂ. ૬૦ લેખે કેશડોલ્સ આપવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર ૧૬ કે ૧૭મીથી કરવામાં આવ્યુ હશે. તેઓને ૭ દિવસની કેશડોલ્સ ચુકવાશે. જ્યારે જેમનું […]
ગુજરાતમાં 3 કરોડ લોકોનું રસીકરણ
ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડને પાર કરી ગઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની […]
રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર ગ્રામ્ય, કચ્છ, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ મનપા ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 30 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ છેલ્લા […]