રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1,681 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18 દર્દીનાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,833 થયો છે. બીજી તરફ આજે 4,721 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 1, વડોદરા શહેરમાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર શહેરમાં 1, મહેસાણામાં, સુરત ગ્રામ્યમાં 1, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર ગ્રામ્ય, ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 18 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 264, સુરત શહેરમાં 155, વડોદરા શહેરમાં 212, રાજકોટ શહેરમાં 82, ભાવનગર શહેરમાં 12, ગાંધીનગર શહેરમાં 12, જામનગર શહેરમાં 43 અને જૂનાગઢ શહેરમાં 18 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 62, જામનગર ગ્રામ્ય 43, વલસાડ 32, મહેસાણા 17, વડોદરા ગ્રામ્ય 115, બનાસકાંઠામાં 30, અમરેલીમાં 28, આણંદમાં 36 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 32,345 વેન્ટિલેટર ઉપર 496 અને 31,849 દર્દીઓ સ્ટેબલ છે. આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 1,12,381. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 54,406 જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 25,758, હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 4,701, અને બીજો ડોઝ 3,071 આમ આજના દિવસમાં 2,00,317 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,70,94,620 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Related Articles
સિદ્ધિ વિનાયક રેસિડેન્સી, ગોપીપુરામાં ચિરાગ માસ્તરના ટેમ્પલ થીમ શ્રીજી
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક રેસિડેન્સીમાં ચિરાગ માસ્તરે ખૂબ જ મહેનતથી ગણપતિનું મયુરાસન તેમજ ઘંટની ડિઝાઇન દ્વારા ખૂબ જ આકર્ષક ડેકોરેશન કર્યું છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ગુજરાતમાં અત્યાર સુધી 3.50 કરોડ વેક્સિનના ડોઝ અપાયા
ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૩ કરોડ પ૦ લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ર કરોડ ૬૪ પ૭ હજાર ૪૩૯ને પ્રથમ ડોઝ અને ૮પ લાખ ૪૩ હજાર પ૯પને બીજો ડોઝ […]
માંજલપુરના અમિત ગાંધીએ તૈયાર કર્યો લક્ષ્મીવિલાસ પેલેસનો મુખ્ય દરવાજો
વડોદરાના માંજલપુર ખાતે દરબાર ચોકડી સ્થિત પૂજન ટેનામેન્ટ ખાતે રહેતા અમિત ગાંધીએ ઘરે જ ગણપતિજીને અલૌકિક શણગાર આપ્યો છે. તેમણે વડોદરાના સુવિખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના દરવાજાનો સુંદર સેટ ઉભો કર્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 […]