આગામી ૧૫ દિવસ માટે રાજસ્થાન સરકારે પોતાના રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં અને કોરોના મહામારી બેકાબૂ બનતા ૧૦ મે થી ૨૪ મે સુધી ૧૪ દિવસનું લૉકડાઉન લાગુ કરાતા આજથી દેગુ કરવામાં આવેલ અમલીકરણમાં આજે પ્રથમ દિવસે સાબરકાંઠા-અરવલ્લી- બનાસકાંઠા સહિતની ગુજરાતની રાજસ્થાન બોર્ડરો ઉપર બંને રાજ્યોના પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતની સાબરકાંઠાના વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા અને બનાસકાંઠાની અંબાજી પાસેની રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર તેમજ રતનપુર સહિતની બોર્ડરો ઉપર આજે બંને રાજ્યોની પોલીસ અને આરોગ્ય વિભાગે આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ નહિ ધરાવનાર એવા ખાનગી બંને રાજ્યોના થઈ ૧૦૦થી વધુ ખાનગી વાહનોને જે તે રાજ્યમાં પરત મોકલી આપવામાં આવ્યા હતા.
