આજરોજ સાપુતારા સહિત ગલકુંડ, શામગહાન અને તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે પડેલ વરસાદમાં વૃક્ષ ધરાશય થતાં એક ઈસમને ગંભીર ઇજા થઇ હતી. સાપુતારાના ગલકુંડ અને શામગહાનના તળેટી વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઠેર ઠેર ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ગલકુંડ ગામે ઝાડ તૂટી પડવાથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગલકુંડ ગામ વચ્ચે સર્કલ પર આવેલ ગેરેજ પર સાત જેટલી મોટરસાયકલ ઉભી હતી, જ્યાં એક યુવાન નીતિન મહાલે, રહે. હુંબાપાડા, તા. આહવા, જી. ડાંગ. જે પોતાની બાઇકમાં હવા પુરાવતો હતો. તે દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડતાં મોટું વૃક્ષ ધડાકા સાથે તૂટી પડયું હતું, જેમાં આ યુવાન દબાઈ જતા ગંભીર ઇજાઓ થઇ હતી, જેને સ્થાનિક લોકોએ પ્રાથમિક સારવાર આપી હતી, ત્યાર બાદ 108 મારફતે તેને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Related Articles
‘લવ જિહાદ’ વિરોધી ખરડો ગુજરાત વિધાનસભામાં પસાર
ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવા મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ જેહાદના કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિના પરિણામે ઉગામ્યું છે. આ અમારો પોલિટિકલ એજન્ડા નહીં પણ દુરવવ્હાર પ્રત્યે અમારી વ્યથા છે. તેને વ્યવસ્થામાં પરિવર્તિત કરી બહેન-દિકરીઓ સાથે વિશ્વાસઘાત કરી […]
સુરતના ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષની ચોરી
સુરત(SURAT) ના ચોક બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાંધી બાગમાં વધુ એક વખત કિંમતી ચંદનના ઝાડની ચોરીની ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સિક્યુરિટી ગાર્ડની હાજરી વચ્ચે ચંદનના ઝાડની ચોરીને પગલે મનપાનું બાગ ખાતુ દોડતું નજરે પડ્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી […]
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી માટે સુરત કલેક્ટરે બેઠક યોજી
જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને આજરોજ નવી સિવિલ ખાતેની મેડીકલ કોલેજના સભાખંડમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાબતે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ બાબતે જણાવ્યું હતું કે, ઓકિસજનના જથ્થાનું સતત મોનીટરીંગ થાય, ટ્રાએઝ એરીયા તથા ડેડબોડીનું યોગ્ય મેનેજમેન્ટ, હેલ્પ ડેસ્ક પર દર્દીઓના પરિવારજનોને સચોટ વિગતો […]