કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેના હળવા લક્ષણો પણ છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે,હળવા લક્ષણોનો અનુભવ કર્યા પછી, મને કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં જ જે લોકોની સાથે મારા સંપર્ક કરવામાં આવ્યા છે તે બધા, કૃપા કરીને તમામ સુરક્ષા પ્રોટોકોલોનું પાલન કરો અને સુરક્ષિત રહો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને તેઓ જલદી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. મોદીએ ટ્વિટ કર્યુ કે, હું લોકસભા સાંસદ રાહુલ ગાંધીના સારા સ્વાસ્થ્ય અને જલદી સુધારણે મેળવે તે માટે પ્રાર્થના કરું છું. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને રાજ્યસભાના સાંસદ આનંદ શર્મા સહીત કોંગ્રેસના સંખ્યાબંધ નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માને ગુડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. શર્માને ગઈકાલે મોડી રાત્રે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમને મંગળવારે ચેપ લાગ્યો હતો. હવે તેમને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, એમ તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. કોંગ્રેસના નેતા ઉપરાંત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મોદી કેબિનેટમાં કેટલાક મહત્ત્વના પોર્ટફોલિયો ધરાવતાં જિતેન્દ્ર સિંહનો મંગળવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલને પણ મંગળવારે કોરોનાનો ચેપ લાગ્યો હતો. દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની પત્ની સુનીતા કેજરીવાલને ચેપ લાગ્યો છે અને તેઓ ઘરમાં આઇસોલેટ છે. તેમણે કહ્યું કે કેજરીવાલે પણ પોતાને ક્વોરેન્ટાઇન રાખ્યા છે.
Related Articles
ICMRની મંજૂરી મળતા હવે ઘરબેઠા કોરોના ટેસ્ટ
કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે રહીને જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરી શકશો. આઈસીએમઆરએ કોવિડ માટે હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ (આરએટી) કિટ છે. તેનો ઉપયોગ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા કે પછી સંક્રમિતના સંપર્કમાં આવેલા લોકો કરી શકે છે. હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટના વધુ પરીક્ષણની સલાહ […]
રાજ્યના 9 આઇએએસની બદલી
રાજ્ય સરકારે શનિવારે મહત્ત્વના આદેશમાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા ૯ જેટલા આઈએએસની આંતરિક બદલીના આદેશ કર્યા છે. જેમાં સુરતના ડીડીઓ એચ.કે.કોયાની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે, મહિલા બાળ કલ્યાણ કમિશનર કચેરીમાં ડાયરેક્ટર એ.એમ.શર્માની બદલી ડાંગના નવા કલેક્ટર તરીકે, ડીડીઓ ખેડા ડી.એસ.ગઢલવીની સુરતના ડીડીઓ તરીકે, જીઆઈડીસીના જોઈન્ટ એમડી કે.એલ.બચાણીની બદલી ડીડીઓ ખેડા તરીકે, અધિક ગ્રામ વિકાસ કમિશનર […]
એક અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસના અડધા મહારાષ્ટ્રમાં
ભારતમાં ગયા અઠવાડિયે કોરોનાના જેટલા કેસો નોંધાયા એમાંથી અડધા ઉપરના કેસો એકલા મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા હતા એમ કેન્દ્રએ આજે જણાવ્યું હતું. કેન્દ્રએ ભાર મૂક્યો કે મહામારી હજી ખતમ થઈ નથી અને કોવિડ અનુરૂપ વર્તણૂકને અનુસર્યા વિના લોકો પર્યટન સ્થળોએ ધસારો કરે છે એ ગંભીર ચિંતાની બાબત છે. આવી કોઇ પણ બેદરકારી ચેપ ફેલાવાનું જોખમ […]