સવારે વિદર્ભ ઉપર રહેલી સાયકલોનિક સર્કયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાત પર વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જેના કારણે બફારો વધી જવા પામ્યો હતો. રાજયમાં આજે સરેરાશ ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ રહેવા પામ્યો હતો. બપોરે ૧થી ૫ વાગ્યા સુધી તીવ્ર ગરમી સાથે લૂની અસર પણ વર્તાતી હતી. કોરોના કાળમાં મહાનગરોના રાજમાર્ગો પણ સૂમસામ જોવા મળતાં હતા. અમદાવાદના એરપોર્ટ પર આવેલી હવામાન કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૪૧.૭ ડિ.સે., ડીસામાં ૪૦.૨ ડિ.સે.,ગાંધીનગરમાં ૪૧.૦ ડિ.સે.,વડોદરામાં ૪૦.૬ ડિ.સે.,સુરતમાં ૩૫.૬ ડિ.સે.,વલસાડમાં ૩૬.૫ ડિ.સે.,અમરેલીમાં ૪૦.૪ ડિ.સે.,ભાવનગરમાં ૩૮.૧ ડિ.સે.,રાજકોટમાં ૪૦.૮ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૧.૦ ડિ.સે.,ભૂજમાં ૩૮.૨ ડિ.સે. અને નલીયામાં ૩૫.૪ ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
Related Articles
વ્યવસાયિક અભ્યાસક્રમોમાં એક સત્રની ફી માફ કરો : કોંગ્રેસ
મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ, ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફી આપવા માટે મુખ્યમંત્રીને કોંગ્રેસ દ્વારા પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં મેડીકલ કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે. તે તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે તેવી પણ માગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ […]
જ્વેલર્સ સાથે ઠગાઇમાં બીલીમોરાના ભાજપ અગ્રણીની સંડોવણી
બીલીમોરાનાં આર.એ.પરીખ જ્વેલર્સમાંથી બે વર્ષ અગાઉ રૂ.60,71,781નાં 1692.320 ગ્રામનાં સોનાનાં દાગીના પડાવી લેવાના કેસમાં મહિલા આરોપીએ આ દાગીના તેના મિત્ર ભાજપ અગ્રણીને આપ્યા હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. જે દાગીના તેના મિત્રએ અલગ અલગ અનેક લોકો પાસે મુથુટ ફિનકોપ લિ. માં ગીરવે મુકાવી લોન મેળવી હતી. દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડ માટે […]
જૂનાગઢમાં રાજ્ય કક્ષાનો સ્વતંત્ર્યતા મહોત્સવ ઉજવાયો
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પ્રજાજનોને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી ગુજરાતના વિકાસની ગૌરવગાથા જણાવતા કહ્યુ કે, ગુજરાતની હરીફાઇ હવે કોઇ રાજ્ય સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત […]