રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તેની સાથે જ મ્યુકરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે, તેવામાં સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર કરવામાં આવતી ન હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસીસ રોગની કોઈ જ સારવાર કરવામાં આવતી નથી. આ ઉપરાંત હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબ ડૉકટરોનો અભાવ જોવા મળી રહ્યો છે. મ્યુકરમાઇકોસીસના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં અધવચ્ચેથી જ રજા આપી દેવામાં આવે છે. સરકારી હોસ્પિટલોનું આ વલણ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે. આ અરજીને કોરોના મુદ્દે થયેલી સુઓમોટો અરજી સાથે સાંભળવામાં આવે, તેવી પણ રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
Related Articles
રાજ્યના 80,000 સ્કૂલ વર્ધી વાહનચાલકો એક વર્ષથી બેકાર
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી સ્કૂલ વર્ધી વાહનચાલકો બેકાર બન્યાં છે. આ બેકારીમાં ડ્રાઇવરો અને વાહન સંચાલકો સામેલ છે. બેન્ક હપ્તા નહીં ભરી શકતા હોવાથી ત્રણ હજારથી વધુ વાહન માલિકો અને ડ્રાઇવરોએ તેમના વાહનો વેચી દીધા છે અથવા તો બેન્કે જપ્ત કરી લીધા છે.અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી […]
વિજય રૂપાણીના પાંચ વર્ષની સફળતા માટે સીઆર પાટીલે આ વાત કહી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે તેની સિદ્ધીઓની ઉજવણી આજથી શરૂ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં યોજાયેલા સમારંભમાં રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે.કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહયું હતું કે વિકાસ યજ્ઞનો કોંગ્રેસનો […]
ગૌશાળા માટે દાનની અપીલ
સુરત સચિન નજીક ટૂંક સમયમાં શરૂ થનારી ગૌશાળાના નિર્માણ અને બોરિંગ માટે દાતાની જરૂર છે. અમે રોકડ રકમ સ્વિકારતા નથી. ઇંટ, સિમેન્ટ, પતરાં, એંગલ, લેબર જેવી વસ્તુઓ તમે દાન કરી શકો છો. બોરિંગ માટે 9998219598 ઉપર શૈલેષભાઇ તેમજ નિર્માણની ચીજવસ્તુઓના દાન માટે 97247 44633 ઉપર ધવલ ભાઇનો સંપર્ક કરવાનો રહેશે. જો તમે દાન કરવા માટે […]