CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સો કરોડ રૂપિયાની વસૂલીના આરોપ મામલે FIR નોંધી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મોડી રાત્રે મહારાષ્ટ્રની મુંબઇ, નાગપુર સહિત 12 સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સંક્રમણનું વધતું જોખમ જોતાં CBIની ટીમ PPE કીટ પહેરીને દરોડા પાડી રહી છે. એક ટીમે હજી પણ તેના મુંબઇ સ્થિત સરકારી બંગલા પર દરોડો પાડ્યો છે. મળતી માહિતી મુજબ અનિલ દેશમુખ હાલમાં નાગપુરમાં છે અને ત્યાં એક ટીમ તેમની પૂછપરછ કરી રહી છે. CBI આ પહેલા પૂર્વ ગૃહ પ્રધાનની 11 કલાક પૂછપરછ કરી ચૂકી છે.
Related Articles
UPમાં PPE કિટ પહેરી કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહને નદીમાં ફેંક્યો
ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં 2 યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ શકાય છે. મૃતદેહને નદીમાં ફેંકનારા એક યુવકે પીપીઈ કીટ પહેરેલી છે અને આ ઘટના સિસઈ ઘાટ પર બનાવાયેલા પુલ ખાતેની હોવાનું જાણવા મળ્યું છે. આ વાયરલ વીડિયો 29 મેની સાંજનો […]
માલ્યા, નીરવમોદી અને ચોકસીની 9000 કરોડની સંપતિ બેંકોમાં ટ્રાન્સફર
કિંગ ફિશર એરલાઇન્સ અને યુનાઇટેડ બેવરેજીસના માલિક વિજય માલ્યાને કરોડોના પીએબી બેંક ગોટાળામાં ભારતને તલાશ છે. તેવી જ રીતે હીરાના વેપાર અને ગીતાંજલી જેમ્સ સાથે સંકળાયેલા નિરવ મોદી અને મેહુલ ચોક્સીને પણ ભારત સરકારે ભાગેડું જાહેર કર્યા છે. આ બંને પાસે પણ પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાના લેણા બાકી નીકળે છે. આ ત્રણેય દેશ છોડીને […]
ત્રણ દિવસના અખિલ ભારતીય કૃષિ સંમેલનનો પ્રારંભ
અહીં ગુરુવારે સિંઘુ સરહદ પર શરૂ થયેલા ખેડૂતોના અખિલ ભારતીય સંમેલનનો પ્રથમ દિવસ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેશભરમાં વિરોધને વિસ્તૃત કરવા પર કેન્દ્રિત હતો. ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના નવ મહિના પૂરા થતા બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે કર્યું હતું. ટિકૈતે કહ્યું કે, દુ:ખની વાત છે […]