ભાજપનાં સાંસદ તથા અભિનેત્રી કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક પ્રકારનું બ્લડ કેન્સર) થયું છે. હાલમાં તેમની તબિયત સુધારાં પર છે. એમ તેમના પતિ અનુપમ ખેરે ગુરુવારે જણાવ્યું હતું.ટ્વિટર પર અનુપમ ખેરે એક નિવેદનમાં કહ્યું કે, તેમની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. ખોટી અફવાઓ ન ફેલાય તે માટે અનુપમ ખેર અને તેમના પુત્ર સિકંદરે જણાવ્યું કે, હું દરેકને જાણ કરવા માંગુ છું કે કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન થયું છે, તે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. અમને ખાતરી છે કે, કિરણ ઝડપથી આ પરિસ્થિતિમાંથી બહાર આવશે. તેઓ ઝડપી સાજા થાય તે માટે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા, અભિનેતા સુનીલ શેટ્ટી, જુહી ચાવલા અને પરિણીતી ચોપડાએ શુભેચ્છાઓ પાઠવી હતી.કિરણની સારી રીતે સંભાળ રાખવામાં આવી રહી છે. હાલ તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. અનુપમ ખેર નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ હંમેશાથી ફાઇટર રહ્યા છે અને હમેશા આગળ વધતાં રહ્યા છે.
