બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચવાની તૈયારી આદરી દીધી છે. મમતા બેનરજીનો માર્ગ મોકળો કરવા માટે બેઠક પર જીત મેળવનારા ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપધ્યાયે પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમના રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષે તુરત જ સ્વીકાર કરી લીધો છે. મમતા બેનરજીએ કહ્યુ મેં તેમને પુછ્યુ કે તમે જાતે રાજીનામુ આપી રહ્યા છો અને તેમની પર કોઈ દબાણ નથી હવે પેટાચૂંટણીમાં મમતા બેનરજી ઝંપલાવીને વિધાનસભામાં પાંચ વર્ષ માટે પ્રવેશ કરી શકે છે. મમતા બેનરજી અગાઉ પણ ભવાનીપુરથી ચૂંટણી લડતા રહ્યા છે. આ વખતેના રસપ્રદ મુકાબલામાં તેમણે નંદીગ્રામથી ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. નંદીગ્રામમાં તેમનો સામનો એક સમયના જમણા હાથ સમા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સાથે હતો. નંદીગ્રામમાં પરાજય મળવા છતાંય તેઓ મુખ્યમંત્રી બન્યા છે. એથી તેમણે છ માસના સમયગાળામાં વિધાનસભાની સદસ્યતા મેળવવાની રહેશે.
Related Articles
મેહુલ ચોક્સીને લાવવા ભારતે ડોમેનિકામાં વિમાન મોકલ્યું
ભારત સરકારે પંજાબ નેશનલ બેન્ક લોન કૌભાંડના ફરાર આરોપી મેહુલ ચોક્સીને પાછો લાવવા માટેના પ્રયાસો વધારે તેજ બનાવ્યા છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ભારતના અધિકારીઓએ બેક ચેનલ વાતચીતમાં ડોમિનિકાને કહ્યુ છે કે, મેહુલ ચોક્સી એક ભાગેડુ ભારતીય નાગરિક છે અને તેની સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ કાઢી છે.તેને ભારતને સોંપી દેવો જોઈએ.આ પહેલા એન્ટીગુઆ અને બારબુડાના […]
સુરત ધાસ્તીપુરાના બાલ હનુમાન યુવક મંદિરના શ્રીજી
સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં આવેલા શ્રી બાલ હનુમાન યુવક મંદિર દ્વારા જંગલના રાજા સાથે શ્રીજીની પ્રતિમાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ભાગેડુ મેહુલ ચોક્સી કહે છે હું દેશ છોડીને નથી ભાગ્યો
પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તે ભારતીય એજન્સીઓના ભયથી ભાગતો નથી. મેહુલ ચોકસીએ દેશ છોડવાનું કારણ આપતા કહ્યું કે તેણે સારવાર માટે દેશ છોડ્યો છે. તેણે પોતાને કાયદાનું સમ્માન કરનાર નાગરિક પણ […]