પાકિસ્તાન દ્વારા શુક્રવારે ટ્વિટર, ફેસબુક અને વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવાઓ અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી, જેથી હવે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા કટ્ટરવાદી ધાર્મિક જૂથો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં તેમનો ઉપયોગ બંધ થઇ શકે. ગયા વર્ષે ફ્રાન્સમાં પ્રકાશિત થયેલી કાર્ટુન મામલે સરકાર દ્વારા ફ્રેન્ચ રાજદૂતને હાંકી કાઢવાની માગ કરતા ત્રણ દિવસના હિંસક વિરોધને પગલે સરકારે ગુરુવારે તેહિક-એ-લબૈક પાકિસ્તાન (ટીએલપી) પર પ્રતિબંધ મૂક્યો હતો. ટીએલપીએ તેના વડા સદ હુસેન રિઝવીની ધરપકડ બાદ સોમવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. TLP સમર્થકો આ અઠવાડિયાની શરૂઆતમાં કેટલાક નગરો અને શહેરોમાં પોલીસકર્મીઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા, જેમાં સાત વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને 300 થી વધુ પોલીસને ઇજાઓ પહોંચી હતી. શુક્રવારની નમાઝ બાદ વિરોધીઓને રોકવા માટે, ગૃહમંત્રાલયે પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન ઓથોરિટી (પીટીએ) ને સોશિયલ મીડિયા સેવાઓ સવારના 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચાર કલાક માટે સ્થગિત રાખવા નિર્દેશ આપ્યો હતો.
પીટીએએ એક સૂચનામાં કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ટેલિગ્રામ) ની સંપૂર્ણ એક્સેસ અવરોધિત થઈ શકે છે. સેવાઓ સ્થગિત કરવા પાછળનું કારણ પીટીએ દ્વારા જણાવવામાં આવ્યું નથી પરંતુ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ડર હતો કે વિરોધીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ દેખાવો યોજવા માટે કરી શકે છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સર્વિસિસનું સસ્પેન્શન એ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન અને આતંકવાદના કૃત્યોને વધારવાની સામાન્ય પ્રથા છે.