કોરોનાની ૨૮ દિવસની સારવાર લઇને સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગરમાં પોતાની ચેમ્બરમાં હાજરી આપી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીમાં બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગર ખાતે મીડીયા સાથે વાતચીત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકારે અસરકારક કામગીરી કરી છે જેના પરિણામે કોરોનાનું સંક્રમણ પણ અટક્યું છે. મ્યુકરમાઇકોસીસના દર્દીઓને ઇન્જેક્શન અને જરૂરી દવાઓની સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ બનાવવા માટે પણ જરૂરી આયોજન કરાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિતીન પટેલ પણ કોરોનામાં સપડાયા હતા અને તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. તેમણે એમપણ કહ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસ સંક્રમણ માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેના માટે સરકાર પૂરી તૈયારી કરી રહી છે.
Related Articles
કોરોનામાં ગુજરાતમાં 776 બાળકો નિસહાય બન્યા
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી રાજયમાં બાળ સહાય યોજનાનો અમલ શરૂ કરી દેવાયો છે.ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરનાં ૭૭૬ બાળકોને દરમહિને […]
ગુજરાતમાં 25 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ
ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિરની તંગી ઊભી ના થાય અને […]
અમદાવાદ એરપોર્ટ પરથી 5 કરોડનું ડ્રગ્સ પકડાયું
ગુજરાતમાં હેરોઈનની હેરફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરીને નારકોટિકસ કંન્ટ્રોલ બ્યૂરોના ઈન્ટેલીજન્સ અધિકારીઓની ટીમે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક સાઉથ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરીને તેની પાસેથી 4 કિલો હેરોઈન જપ્ત કરી લીધુ છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5 કરોડ થવા જાય છે. આ હેરોઈન ખાદ્ય પદાર્થના પ્સાસ્ટિકના પેકિંગમાં અંદર છુપાવવામાં આવ્યુ હતું.એનસીબીના ઝોનલ ડાયરેકટ એસ […]