રાજયમાં નવા શૈક્ષણિક સત્રથી ધો- ૩થી ૧૦ અને ધો -૧૨ના જદા જુદા વિષયોના પુસ્તકો બદલાયા છે, આ બદલાયેલા પુસ્તકો પણ પ્રિન્ટ થઈને આવી ગયા છે. ૫૦ જેટલા પુસ્તકો બદલાયા છે. જેમાં ધો- ૧૨ના ૧ વિષયના, ધો-૧૦માં ૧, ધો -૯માં ૫ પુસ્તકો, ધો -૮માં ૨ પુસ્તકો, ધો-૭માં ૩, ધો -૬માં ૨, ધો-૫માં ૨, ધો – ૪ના ૧ અને ધો -૩ના ૧ પુસ્તકમાં ફેરફાર થયો છે. ખાસ કરીને ધો -૧૨માં કોમ્પ્યૂટર, ધો -૧૦માં સમાજ વિજ્ઞાન, ધો ૯માં કોમ્પ્યૂટર, ધો -૭માં સમાજ વિજ્ઞાન, ધો -૫માં ગુજરાતી અને સમાજ વિજ્ઞાન – ધો -૪માં ગુજરાતી, અને ધો -૩માં વાચનમાળાના પુસ્તકો બદલાયા છે. પાઠય પુસ્તક મંડળ દ્વારા ધો ૧૦ અને ધો -૧૨ના પુસ્તકોમાં છેલ્લે ૨૦૧૭માં ફેરફાર કરાયો હતો. એટલે તેમાં ફેરફાર કરાયો છે.
Related Articles
કેજરીવાલે ઓક્સિજન માટે કેન્દ્રના હાથ જોડવા પડ્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કેન્દ્રને દિલ્હીમાં મેડિકલ ઑક્સિજન આપવા માટે ‘હાથ જોડીને’ આગ્રહ કર્યો હતો અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, બુધવારે સવાર સુધીમાં ઑક્સીજનનો જથ્થો નહીં મળે તો શહેરમાં અરાજકતા રહેશે. દિલ્હીની હોસ્પિટલોમાં આઈસીયુ બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં માત્ર 30 જ બેડ ઉપલબ્ધ હતા. […]
પ્રાથમિક શાળાઓ ડિસેમ્બર સુધી શરૂ નહીં થાય, શેરી ગરબાને છૂટ
રાજયમાં કોરોનાની સંભવિત 3જી લહરે શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે, જેના પગલે હાલ પૂરતી ધો-1થી 5 ની શાળાઓ શરૂ કરવા માટે સરકાર મૂડમાં નથી. આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાના મુદ્દે ચર્ચા થવા પામી હતી.જો કોરોનાની સ્થિતિની પણ ચર્ચા થવા પામી હતી. જેના પગલે ડિસેમ્બર […]
સેનેટ પદ રદ થતાં પ્રાધ્યાપકોનો નર્મદ યુનિવર્સિટી ખાતે દેખાવ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીથી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટીમાં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી તેમજ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રિન્સિપલ સહિત ટીચર્સને યુનિવર્સિટીએ સેનેટ સહિત અલગ અલગ હોદ્દા ઉપરથી દૂર કરી ફારેગ કરી દેતા આજે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ મેદાનમાં આવ્યું હતું. અખિલ ભારતીય શૈક્ષિક સંઘે યુનિવર્સિટીના આ પગલાનો વિરોધ વ્યકત કરી […]