કચ્છના અતિ સંવેદનશીલ એવા દરિયાકાંઠા વિસ્તાર જખૌ પાસેથી કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે ઓપરેશન હાથ ધરીને આઠ પાકિસ્તાની નાગરિકોને એક બોટ સાથે ઝડપી લઇ તેમની પાસેથી 150 કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. રાજ્ય ત્રાસવાદ વિરોધી સ્કવોર્ડ (એટીએસ)ને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો ભારત -પાકિસ્તાન આઈએમબીએલ પરથી જખૌથી આશરે 40 નોટીકલ માઇલ પાકિસ્તાની બોટમાં આવવાનો છે, અને આ જથ્થો પંજાબ જવાનો છે. આ બાતમીના આધારે એટીએસની ટીમ તથા જખૌ કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા મોડી રાત્રે જખૌથી 40 નોટિકલ માઇલ ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ નૂહને આંતરવામાં આવી હતી. આ બોટમાંથી આઠ પાકિસ્તાની નાગરિકો તથા તેમની પાસેથી 30 કિલો ગ્રામ હેરોઇનનો જથ્થો, અંદાજિત કિંમત રૂપિયા 150 કરોડ મળી આવ્યો હતો. આઠ પાકિસ્તાની નાગરિકો અને એક બોટ સાથે તમામને જખૌ કોસ્ટ ગાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા, અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Related Articles
પીએમ મોદીએ ભગવાન જગન્નાથ માટે પ્રસાદી મોકલી
આવતીકાલે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી 144 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે સીએમ વિજય રૂપાણી તથા ડે સીએમ નીતિન પટેલે ભગવાન જગન્નાથજીની આરતીમાં ભાગ લીધો હતો. આ આરીતમાં અંજલીબેન રૂપાણી પણ જોડાયા હતાં. પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથજી માટે મોકલાવેલો મંગ, જાંબુ, કાકડી, દાડમ, કેરી અને સુકો મેવાના પ્રસાદ પણ […]
રાજ્યમાં હાલમાં કોરોનાના દર્દીનો કુલ આંક 6 લાખને પાર
મંગળવારે સુરત શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 22, રાજકોટ શહેરમાં 9, વડોદરા શહેરમાં 8, મહેસાણા 3, જામનગર શહેર 9, સુરત ગ્રામ્ય 2, ભાવનગર શહેરમાં 5, વડોદરા ગ્રામ્યમાં 5, જામનગર ગ્રામ્યમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 5, ભાવનગર ગ્રામ્યમાં 5, મળી કુલ 131 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7779 થયો છે. બીજી તરફ આજે 12,121 […]
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત તરફ આવી રહેલી લો પ્રેશર સિસ્ટમના પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, જુનાગઢ, પોરબંદર, દ્વારકાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. […]