છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. આ પૈકી 4 CRPF અને એક DRG જવાન છે. 3 નક્સલવાદીને પણ ઠાર કરવામાં આવ્યા છે. તર્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં અથડામણ ચાલુ છે. SP કમલ લોચન કશ્યપે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. આ ઘટના ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમા ગામમાં થઈ છે. હુમલો કરનારા નક્સલવાદીઓ આ ટીમના સભ્યો હતા. ઘણા સમયથી આ ગામમાં નક્સલવાદીઓનો જમાવડો થયેલો હતો. આ અંગે માહિતી મળતા જવાનો ત્યાં પહોંચ્યા હતા. છત્તીસગઢમાં છેલ્લા 10 દિવસમાં બીજી વખત નક્સલવાદીઓ તરફથી હુમલો થયો છે. આ અગાઉ 23 માર્ચના રોજ હુમલામાં પણ 5 જવાન શહીદ થયા હતા. આ હુમલો નક્સલવાદીઓના નારાયણપુરમાં IED બ્લાસ્ટ કરી કરવામાં આવ્યો હતો.
Related Articles
ઓક્સિજનના અભાવે આંધ્રપ્રદેશમાં કેટલાક દર્દીના મોતની કબૂલાત
આંધ્રપ્રદેશ સરકારે બુધવારે કેન્દ્રને કહ્યું કે, રાજ્યમાં કેટલાક કોરોના દર્દીઓ ઑક્સિજનની અછતને કારણે મૃત્યુ પામ્યા છે. રાજ્ય સરકારે કહ્યું કે, કેટલાક કોરોના સંક્રમિત દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને આ સમય દરમિયાન ઑક્સિજનનું દબાણ ઓછું થવાના કારણે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અગાઉ રાજ્ય સરકારે સંસદને જાણ કરી હતી કે, સમગ્ર દેશમાં એક પણ […]
બ્રેકિંગ : સચિન તેંડુલકરને હોસ્પિટલમાં ખસેડાયો
ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત […]
કેલિફોર્નિયામાં ગોળીબારમાં બાળક સહિત ચારના મોત
દક્ષિણ કેલિફોર્નિયાની એક ઓફિસ બિલ્ડિંગમાં બુધવારે થયેલા એક ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે પાંચમી એક વ્યક્તિને ઇજા થઇ હતી અને બંદુકબાજ પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો એમ પોલીસે જણાવ્યું હતું. લોસ એન્જેલસની દક્ષિણ પૂર્વમાં આવેલ ઓરેન્જ સિટીમાં આ હિંસા બે સપ્તાહ જેટલા સમયમાં જ […]