કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના કોલવડા સ્થિત ડેઝિગ્નેટેટ હોસ્પિટલ ખાતે ૨૮૦ PSA ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવ્યો હતો. ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોલવડા ખાતે આજે 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેમને આજથી ઓક્સિજન ની સુવિધા ઉપલબ્ધ બનશે. દર મિનિટે 280 લિટર ઓક્સિજન દર્દીઓને મળશે એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં.તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે. અને વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે જે અન્ય લોકોને મદદરૂપ થશે. શાહે કહ્યું હતું કે વિજય રૂપાણી અને નીતિન પટેલે ગુજરાતમાં કોરોના ની પ્રથમ લહેર વખતે જે રીતે કામગીરી કરી હતી એ જ રીતે આજે પણ કોરોના ની બીજી લહેર માં મક્કમ રીતે લડાઈ લડી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે આ બીજા તબક્કામાં પણ આપણે કોરોના ને હરાવીને ગુજરાતના નાગરિકોને બહાર લાવીને સુરક્ષિત કરીશું. તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર ના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને ડીઆરડીઓના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત બનશે જેમાં 600 બેડ ICUની સુવિધા ધરાવતા હશે. જેનો લાભ પણ સત્વરે નાગરિકોનો મળતો થશે, આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે એમ પણ ઉમેર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
Related Articles
જાણો કયા મંત્રીને કયા ખાતા ફાળવવામાં આવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સા.વ.વિ., વહિવટી સુધારણયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો – વિભાગો જ્યારે કેબિનેટ કક્ષાના મંત્રીની વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદી પાસે મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને […]
શિક્ષકદિનની ઉજવણીનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ
આમ આદમી પાર્ટીને તમામ કાર્યક્રમોમાં હવે હોબાળો કરવાની આદત પડી ગઈ છે. શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. મેયરના ઉદબોધન પહેલાં સમિતિના સભ્ય અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિક્ષેપ પાડ્યો હતો. આ મુદ્દે વિપક્ષના સભ્ય અને ડેપ્યુટી મેયર વચ્ચે તુંતુંમૈમૈ થઈ ગઈ […]
ચારેય બાજુ કુનિમિતોનો રાફડો ફાટ્યો છે : પદ્મદર્શન વિજયજી
જૈનોના પર્વાધિરાજ પર્યુષણમાં ત્રીજા દિવસે વેસુના ઓમકારસૂરિઆરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રવચન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ શુદ્વિનું પર્વ છે. માનવ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થવાની પૂરી શક્યતા છે. આપણા આત્મામાં ‘સુ’ અને ‘કુ’ એમ બંને પ્રકારનાં સંસ્કારો અનાદિકાળથી પડ્યાં છે. ક્યારે કયાં સંસ્કારોનો હુમલો થશે તેની ખબર પડતી નથી. બાહ્ય નિમિત્તો […]