થોડા દિવસો પહેલા નક્સલવાદીઓ દ્વારા છત્તીસગઢનાં બીજપુર-સુકમા બોર્ડર પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 22 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી નક્સલવાદીઓ વિરૂધ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હવે આ શ્રૃંખલામાં, સુરક્ષા દળોને શુક્રવારે એક મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં પોલીસે ઓપરેશન હાથ ધરતા 13 નક્સલીઓને ઠાર માર્યા છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ગઢચિરોલીનાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) સંદીપ પાટિલે મીડિયાને માહિતી આપી કે સવાર સુધી એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 13 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસ કાર્યવાહી સવારે 3.30 વાગ્યે એતાપલ્લીનાં કોટમી નજીકના જંગલમાં થઈ હતી. તમામ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકસલવાદીઓ વિરુદ્ધ આ કાર્યવાહી ધનટાદમાં ચાલી રહી છે, જે પોલીસની C-60 યુનિટ ચલાવી રહી છે. સંદીપ પાટિલે જણાવ્યું કે જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ બેઠક માટે એકઠા થયા હતા. વિશિષ્ટ માહિતીનાં આધારે પોલીસ ટીમ અને C-60 કમાન્ડોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન, બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ. ત્યાર બાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં 13 નક્સલીઓને ઠાર માર્યા ગયા.
Related Articles
DAP પર 140 % સબસિડી વધતા ખાતર જૂના ભાવે પડશે
કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોન હવે ડીએપીની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક બોરી હવે 2,400 રૂપિયાના બદલે 1,200 રૂપિયામાં જ મળશે. સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, […]
વડોદરાના મદનઝાંપા રોડના શ્યામદાસ યુવક મંડળનો અનોખો ગણેશોત્સવ
વડોદરાના મદનઝાંપારોડ સ્થિત શ્યામદાસ ફળિયાના શ્યામદાસ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંના મંડપમાં ગણપતિને કરવામાં આવેલો શણગારના ખરેખર દર્શન કરવા જેવા છે. (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો છો. આ સ્પર્ધામાં જોડાવા માટે નામ, મોબાઇલ નંબર, ગણપતિનો એક જ ફોટો તેમજ […]
RBI સરકારને 99122 કરોડ રૂપિયા આપશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. જે અનુસાર રિઝર્વ બેન્ક પાસેની 99122 કરોડની સરપ્લસ રકમ કેન્દ્ર સરકારને આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. જેનો અર્થ એ થયો કે, બેન્ક તરફથી સરકારને 99122 કરોડ રુપિયા મળશે. આ રકમ જુલાઈ 2020 થી માર્ચ 2021 વચ્ચેની રિઝર્વ બેન્કની સરપ્લસ એમાઉન્ટ છે. જાણકારોના કહેવા પ્રમાણે […]