આઇપીએલના બાયો સિક્યોર બબલમાં કોરોનાના ઘણાં કેસ મળવાના કારણે અંતે ટૂર્નામેન્ટને મંગળવારે અચોક્કસ મુદત સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. લીગના ચેરમેન બ્રિજેશ પટેલે પીટીઆઇને જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અમે આગામી ઉપલબ્ધ સમયમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરાવવાનો પ્રયાસ કરીશું, પણ હાલમાં તેની કોઇ સંભાવના નથી. સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના સ્પિનર અમિત મિશ્રાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી આઇપીએલને સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે અમે જોઇશું કે શું વર્ષના અંતે આઇપીએલના આયોજન માટે કોઇ યોગ્ય સમય મળી શકે છે કે કેમ. તેનું આયોજન સપ્ટેમ્બરમાં કરી શકાય તેમ છે, પણ હાલના તબક્કે તે માત્ર આકલન કરવા જેવું છે. હાલની સ્થિતિ એ છે કે અમે ટૂર્નામેન્ટનું આયોજન હાલ નથી કરી રહ્યા.આ પહેલા સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી તેમજ કોલકાતા નાઇટ રાઇડર્સના બોલર વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ કેસ સામે આવ્યા પછી કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સહિતની બે મેચ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
Related Articles
તાલિબાને અફઘાનિસ્તાનના વધુ ત્રણ પ્રાંત કબજે કર્યા
તાલિબાનોએ આજે વધુ ત્રણ પ્રાંતો કબજે કર્યા હતા અને અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલને અડીને આવેલા વિસ્તારો તરફ આગળ વધ્યા હતા જયારે એક મોટા ઉત્તરીય શહેર પર પણ બહુપાંખિયો હુમલો કર્યો હતો જેનું રક્ષણ ભૂતપૂર્વ યુદ્ધવીરો કરી રહ્યા હતા એમ અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું. અમેરિકી દળો અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે પાછા ખસી જાય તેને ત્રણ સપ્તાહ કરતા ઓછો સમય […]
અદાલતી નિમણૂકોમાં સરકાર ઢીલ કરી રહી છે : સુપ્રીમ
સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટ્રિબ્યુનલોમાં અધિકારીઓની નિમણૂકો નહીં કરીને આ અર્ધ-અદાલતી સંસ્થાઓને પ્રભાવહીન બનાવી રહી છે અને અમારી ધીરજની કસોટી કરી રહી છે. ટ્રિબ્યુનલો પ્રિસાઇડિંગ ઓફિસરો અને જ્યુડિશ્યલ અને ટેકનિકલ સભ્યોની તીવ્ર અછત અનુભવી રહી છે, સુપ્રીમ કોર્ટે આ બાબતે ૧૩ સપ્ટેમ્બર સુધીમાં પગલાંની માગણી કરી છે.પોતે સરકાર સાથે કોઇ સંઘર્ષ […]
જાણો શિવસેના અને ભાજપ વચ્ચે શું રંધાઇ રહ્યું છે?
મહારાષ્ટ્રની વાત આવે ત્યારે બાળા સાહેબ ઠાકરે અચૂક યાદ આવે છે કારણ કે, મહારાષ્ટ્ર (MAHARASTRA)ના રાજકારણમાં તેમનો દબદબો રહ્યો હતો અને ભાજપનું નામ આવે ત્યારે અટલ બિહારી બાજપેયી અને નરેન્દ્ર મોદીનું નામ પણ અવશ્ય યાદ આવે. આ બંને પાર્ટીઓ વર્ષોથી એક બીજાના ગઠબંધનમાં રહી ચૂકી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં તેઓ અલગ થયા છે અને […]