દક્ષિણ કાશ્મીર હિમાલયના અમરનાથના ગુફા મંદિરની વાર્ષિક યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી કોરોનાની વર્તમાન પરિસ્થિતીના કારણે ગુરુવારે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથ યાત્રા માટે ઑફલાઇન અને ઑનલાઇન નોંધણી અનુક્રમે 1 એપ્રિલ અને 15 એપ્રિલથી શરૂ થઈ હતી. 56 દિવસની અને 3,880 મીટર ઊંચી તીર્થયાત્રા 28 જૂને પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગોથી શરૂ થશે અને 22 ઓગસ્ટે પૂર્ણ થશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (એસએએસબી)એ ગુરુવારે તેના ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે, દેશમાં ફેલાયેલ કોરોના સંક્રમની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ યાત્રા માટે નોંધણી અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિમાં સુધાર આવ્યા બાદ નોંધણી ફરીથી શરૂ કરવામાં આવશે.
Related Articles
ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી ઇડી સમક્ષ હાજર થયા
ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સોમવારે અહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા, રાજ્યમાં કથિત કોલસા કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડરીંગ કેસમાં પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ કહ્યુ હતું. 33 વર્ષીય સાંસદ મધ્ય દિલ્હીમાં જામ નગરમાં આવેલી ઈડીની કચેરીમાં સવારે 11 વાગે હાજર થયા હતા. તેમણે કહ્યું હતું, ‘હું તપાસનો સામનો કરવા […]
મહારાષ્ટ્રમાં ઓક્સિજન ટાંકી લીકેજ થતાં 22 દર્દીના મોત
મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી એક હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક લીક થવાને કારણે મોટી હોનારત સર્જાતા અહીંના નાસિકની હોસ્પિટલમાં 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ઓક્સિજનના લિકેજને લીધે થોડા સમય માટે સપ્લાય બંધ કરવામાં આવી હતી, જે દરમિયાન દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે અહીં ઝાકિર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકી લિક થઈ ગઈ હતી, ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના […]
પાકિસ્તાનમાં આતંકવાદીના આકા હાફિસ સઇદના ઘર નજીક બોમ્બ બ્લાસ્ટ
મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (જેયુડી)ના પ્રમુખ હાફિઝ સઈદના ઘરની બહાર બુધવારે એક શક્તિશાળી કાર બૉમ્બનો વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત અને 20 લોકો ઘાયલ થયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું. આ વિસ્ફોટ જોહર ટાઉનની બીઓઆર સોસાયટીમાં સઈદના નિવાસસ્થાનની બહાર પોલીસ ચોકી પર થયો હતો. પંજાબ પોલીસ પ્રમુખ […]