વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ છે. શનિવારે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન વલસાડ તેમજ ધરમપુરમાં અઢીથી ત્રણ ઇંચ જેવો વરસાદ ઝીંકાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાપી તેમજ પારડીમાં પણ સાંજે બે કલાકમાં અડધો ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. શનિવારે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન ધરમપુરમાં ૭૦ એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં આ બે કલાકમાં ૫૭ એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે વાપીમાં ૧૮ એમએમ તથા પારડીમાં ૧૬ એમએમ વરસાદ આ બે કલાકમાં જોવા મળ્યો હતો. સવારે આઠથી દસ કલાક દરમિયાન બે કલાકમાં ધરમપુરમાં એક ઇંચ (૨૫ એમએમ), જયારે દસથી ૧૨ કલાક દરમિયાન ઉમરગામમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જે ૨૮ એમએમ જેટલો જોવા મળ્યો હતો.જયારે ધરમપુરમાં સાંજે ચારથી છ દરમિયાન ૨૬ એમએમ એટલે કે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આમ ધરમપુરમાં શનિવારે સવારે છથી સાંજે આઠ વાગ્યા સુધીમાં ૧૪ કલાકમાં ૧૩૭ એમએમ એટલે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
ધરમપુર તાલુકાનો કુલ વરસાદ ૧૨૫૧ એમએમ થયો છે. જ્યારે વલસાડમાં આ સમય દરમિયાન ૬૮ એમએમ વરસાદ નોંધાયો છે. જયારે કુલ વરસાદ ૧૧૧૫ એમએમ નોંધાયો છે. વાપીમાં આ સમયમાં ૩૩ એમએમ વરસાદ નોંધાયો છે. જયારે કુલ વરસાદ ૧૨૯૯ એમએમ નોંધાયો છે. પારડીમાં આખા દિવસ દરમિયાન આ સમયમાં ૫૩ એમએમ વરસાદ નોંધાયો છે. જયારે કુલ વરસાદ ૧૧૦૪ એમએમ નોંધાયો છે. કપરાડામાં ૯ એમએમ વરસાદ નોંધાયો હતો. જયારે સિઝનનો કુલ વરસાદ ૧૫૬૩ એમએમ નોંધાયો હતો. ઉમરગામમાં આ સમય દરમિયાન ૫૧ એમએમ વરસાદ નોંધાયો હતો. જયારે કુલ વરસાદ ૧૨૧૮ એમએમ નોંધાયો હતો.